બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / former chief minister shankarsinh vaghela meet with another anti bjp leader

મુલાકાત / પહેલા અખિલેશ યાદવ, હવે ઠાકરે...: એક બાદ એક બેઠક કરી રહ્યા છે શંકરસિંહ વાઘેલા, જાણો શું થઈ ચર્ચા?

Malay

Last Updated: 10:43 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અખિલેશ યાદવ બાદ ઉદ્ધવ ઠાકરે સાથે શંકરસિંહ વાઘેલાએ મુલાકાત કરતા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની આ રીતે નેતાઓ સાથેની મુલાકાતે ચર્ચાઓ જગાવી છે.

 

  • પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક્ટિવ
  • મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત
  • પહેલા અખિલેશ યાદવ સાથે કરી હતી મુલાકાત

લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ફરી એકવાર નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા લાંબા સમય બાદ ફરી એકવાર એક્ટિવ થયેલા દેખાઈ રહ્યા છે. શંકરસિંહ વાઘેલા એકબાદ એક ભાજપ વિરોધી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથેની મુલાકાત કર્યા બાદ તેઓ મુંબઈ ખાતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને યુબીટી શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાની ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત બાદ ફરી રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. એક બાદ એક નેતાઓને મળવા જઈ રહેલા શંકરસિંહ વાઘેલા અંદરખાને કંઈક ખીચડી પકવતા હોવાથી ચર્ચાએ જોર પકડ્યું છે.

May be an image of 4 people and dais

ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી પહોંચ્યા હતા બાપુ 
શંકરસિંહ વાઘેલા ગઈકાલે ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન સાંસદ સંજય રાઉત પણ ઉપસ્થિત રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા અને ઉદ્ધવ ઠાકરેએ આ મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ યોજી હતી પ્રેસ કેન્ફરન્સ 
આ બેઠકને લઈને ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બેઠકમાં કોઈ જ ચર્ચા થઈ નથી. બેઠક દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા. તે સમયના દિવસોને તેમણે યાદ કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ શંકરસિંહ વાઘેલાના બહાને ભાજપ પર નિશાન સાધ્યું હતું. 

અખિલેશ યાદવ સાથે કરી હતી મુલાકાત
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ શંકરસિંહ અન્ય કેટલાય નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. થોડા દિવસ અગાઉ તેઓ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ શંકરસિંહ વાઘેલાએ મુલાકાત કરી હતી. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ