બ્રેકિંગ ન્યુઝ
Vidhata
Last Updated: 02:01 PM, 16 April 2024
વેબ સિરીઝની દુનિયામાં 'મિર્ઝાપુર'ની ખૂબ ચર્ચા થાય છે. આ સિરીઝમાં જે રીજનલ ટચ છે, કલાકારોની સ્ક્રીન પ્રેઝેન્સ છે, એ દરેકનું દિલ જીતી લે છે. અત્યાર સુધી તેની 2 સિઝન આવી ચૂકી છે અને લોકો ત્રીજી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી ઘણી સિરીઝ છે જે મિર્ઝાપુરને ટક્કર આપે છે કે તેના કરતા વધુ સારી છે.
ADVERTISEMENT
અહીં અમે તમને એક એવી વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં 'મિર્ઝાપુર'ની જેમ પ્રાદેશિક ટચ જોવા મળે છે. ભાષા અને ગુંડાગીરીનો લગભગ એવો જ અંદાજ જોવા મળશે. 'મિર્ઝાપુર'ની જેમ આ સિરીઝની પણ બે સિઝન આવી ચુકી છે અને હવે ત્રીજી સિઝનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કઈ છે આ સિરીઝ? ક્યાં જોવા મળશે? આવો જાણીએ -
આ સિરીઝની પહેલી સિઝન મિર્ઝાપુરની પહેલી સિઝન કરતા પણ પહેલા આવી હતી. ડિસેમ્બર 2018માં આવેલી આ સિરીઝને ખૂબ પસંદ કરવામાં આવી. તેનું IMDb રેટિંગ 8.3 છે, જ્યારે તેના પછી આવેલી મિર્ઝાપુરનું IMDb રેટિંગ 8.5 છે.
ADVERTISEMENT
આ સિરીઝમાં ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડનો રીજનલ ટચ જોવા મળ્યો હતો. લીડ હીરોનો અંદાજ પણ ગામઠી હતો. બોલવાની રીત અને ગાળો આપવાનો અંદાજ પણ પ્રાદેશિક ભાષામાં હતો. તેની બીજી સિઝન 2022માં આવી હતી.
આ સિરીઝનું નામ છે 'અપહરણ'. સિરીઝની બંને સિઝનમાં અરુણોદય સિંહે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ એક એક્શન-થ્રિલર સીરીઝ છે. આ સિરીઝનું નિર્દેશન સિદ્ધાર્થ સેનગુપ્તાએ કર્યું હતું. 'અપહરણ'ની બંને સિઝન કિડનેપિંગ પર આધારિત છે, જેમાં સસ્પેન્સ, થ્રિલર અને મિસ્ટ્રી જોવા મળે છે. તે ગાળો અને જબરદસ્ત ડાયલોગ્સથી ભરપૂર છે. તમે આને Jio સિનેમા પર જોઈ શકો છો.
વધુ વાંચો: સલમાનના ઘર પર ફાયરિંગ કેસમાં ખુલ્યું પુર્તગાલ કનેક્શન, થયો ચોંકાવનારો ખુલાસો
'અપહરણ'ની પહેલી સિઝનમાં 12 એપિસોડ હતા, જ્યારે બીજી સિઝનમાં 11 એપિસોડ હતા. પ્રથમ સિઝને 2018નાં સ્ટ્રીમિંગ એવોર્ડ્સમાં 4 કેટેગરીમાં એવોર્ડ્સ જીત્યા હતા. તેને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી હતી. હવે ચાહકો તેની ત્રીજી સીઝનની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અરુણોદય સિંહના પાત્ર રુદ્ર શ્રીવાસ્તવને ફરીથી સ્ક્રીન પર જોવાની માંગ છે. એવી અપેક્ષા છે કે તેની ત્રીજી સિઝન પણ ટૂંક સમયમાં રિલીઝ થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.