બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઈલેક્ટ્રિક કારને ભૂલી જાઓ! હવે રસ્તા પર દોડશે સોલાર કાર, જાણો કિંમત-માઈલેજ સહિતની વિગતો

તમારા કામનું / ઈલેક્ટ્રિક કારને ભૂલી જાઓ! હવે રસ્તા પર દોડશે સોલાર કાર, જાણો કિંમત-માઈલેજ સહિતની વિગતો

Last Updated: 10:20 PM, 28 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે બધી જ કાર ભૂલી જશો એવી એક કાર આવી રહી છે. આ કારમાં અનેક ખાસિયત છે, સાથે આ કાર સોલરથી ચાલે છે તો જાણો આ કારની પૂરી જાણકારી

પુણે સ્થિત સ્ટાર્ટઅપ કંપની Vayve Mobility તેની સોલર પાવર્ડ ઇલેક્ટ્રિક કાર EVA ના અપગ્રેડ વર્ઝનને રજૂ કરવાની તૈયારીમાં છે. આ સોલર કારને આગામી મહિને નવી દિલ્હી ખાતે યોજાનારા Bharat Mobility Global Expo 2025 દરમિયાન પ્રદર્શન માટે લાવવામાં આવી શકે છે. આ કારને પહેલાં Auto Expo 2023માં રજૂ કરવામાં આવી હતી અને આ ભારતની પહેલી સોલર ઇલેક્ટ્રિક કાર છે.

1

કારની વિશેષતાઓ અને રેન્જ

એક ચાર્જ પર આ કાર 250 કિલોમીટર સુધીનો અંતર તય કરી શકે છે અને રૂફ પર લાગેલા સોલર પેનલની મદદથી આ કાર એક વર્ષમાં 3000 કિલોમીટરની યાત્રા કરી શકે છે. આ કાર અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે, જેનો અર્થ એ છે કે 5 મિનિટના ચાર્જમાં આ કાર 50 કિલોમીટર સુધી ચાલવાની ક્ષમતા પ્રદાન કરે છે.

car-simple

પ્રદર્શન અને અન્ય વિશેષતાઓ

આ કાર માત્ર 5 સેકન્ડમાં 0 થી 40 કિમી/કલાકની ગતિ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 70 કિમી/કલાક છે. ઉપરાંત, આ કારની રનિંગ કૉસ્ટ ખૂબ જ ઓછો છે, માત્ર 0.50 પૈસા પ્રતિ કિમી. સાથે તમામ સુવિધા પણ છે જેમ કે સ્માર્ટફોન કનેક્ટિવિટી, રિમોટ મોનિટરિંગ અને એર અપડેટ્સ જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો : તમે તમારા ઈમેલ પર મંગાવી શકો છો PAN 2.0, નવા પાન કાર્ડની જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

કિંમત

કંપનીએ અત્યાર સુધી આ કારની કિંમત અને અપગ્રેડ વર્ઝનના લોન્ચ વિશે કોઈ પણ અધિકૃત માહિતી શેર કરી નથી. તેમ છતાં, આશા છે કે આ કારની કિંમત 10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી હોઈ શકે છે. આ કારને શહેરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તે નાના સ્થળો પર પણ સરળતાથી પાર્ક કરી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Solar CAR Electric car
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ