બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Forest Beat Guard exam date announced in gujarat
ADVERTISEMENT
ગુજરાતમાં તાજેતરમાં જ વર્ગ-3ની ભરતીને લઇને મોટા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેની ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેશે.
Exam Breaking: આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા લેશે, રોજના 50 હજાર જેટલાં ઉમેદવારો ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા આપશે, કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે, 11 જિલ્લાના સેન્ટરો પર લેવાશે પરીક્ષા#bignews #bigbreaking… pic.twitter.com/7jUoxywZf5
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 29, 2023
ADVERTISEMENT
8 ફેબ્રુઆરીથી શરૂ થશે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા
ADVERTISEMENT
આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા લેશે. રોજના 50 હજાર જેટલાં ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપશે. પરીક્ષા કોમ્પ્યુટર આધારીત હોવાના કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે. રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે.
ADVERTISEMENT
હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે
બીજી બાજુ રાજ્યમાં આગામી 15 દિવસમાં જ રાજ્યમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી કરાશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે. તો વર્ગ 3ની ભરતી માટેના નિયમોમાં પણ સરકારે કેટલાંક ફેરફાર કર્યા છે. એટલે કે, હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.