બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 5 thousand employees of class 3 will be recruited in Gujarat
Dhruv
Last Updated: 12:51 PM, 29 December 2023
ADVERTISEMENT
વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે
ADVERTISEMENT
નવા વર્ષની શુભ શરૂઆત પહેલા જ ગુજરાતમાં ભરતીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે. વર્ગ 3ના 5 હજાર કર્મચારીની રાજ્યમાં ભરતી કરાશે. આ અંગે ઉત્તરાયણ પહેલાં જ ગુડ ન્યુઝ મળશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે.
વધુ વાંચો: વર્ગ 3ની સરકારી ભરતીને લઈ મોટા સમાચાર, જુનિયર ક્લાર્ક સિવાય 21 ભરતીમાં મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે
બીજી બાજુ વર્ગ 3ની ભરતી માટેના નિયમોમાં પણ ફેરફાર કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ વર્ગ 3ની ભરતી માટે સરકારે નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કર્યા છે. જેમ કે, હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.