બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / For the first time, the incident of mass copying case came to light in a government college affiliated to GTU

કાર્યવાહી / GTUની પરીક્ષામાં માસ કોપીની ઘટના, 151 જેટલા વિદ્યાર્થીઓ સામે ગેરરીતીનો કેસ

Vishal Khamar

Last Updated: 02:33 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જીટીયું સંલગ્ન સરકારી કોલેજમાં માસ કોપી કેસના ઘટના સામે આવવા પામી હતી.આ કોપી કેસમાં સંડોવાયેલા તમામ લોકોને હિયરીંગમાં બોલાવાશે. તેમજ આ સમગ્ર મામલે ટેકનિકલ એજ્યુંકેશન વિભાગને જાણ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં જીટીયું સંલગ્ન સરકારી કોલેજોમાં પરીક્ષા પૂર્ણ થવા પામી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ જીટીયું દ્વારા ઉત્તરવહી અને સીસીટીવીની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં પ્રથમ વખત રાજ્યની સરકારી ડિપ્લોમાં કોલેજનાં વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતે રજીસ્ટ્રારે જણાવ્યું હતું કે આ કોપી કેસમાં સંડોવાયેલા લોકોને હિયરીંગમાં બોલાવશે. તેમજ સરકારી કોલેજ હોવાથી ટેકનિકલ એજ્યુંકેશન વિભાગને જાણ કરવામાં આવશે. 

તમામ લોકોને યુનિવર્સિટીની કમિટી સમક્ષ બોલાવવામાં આવશેઃ કે.એન.ખેર, રજીસ્ટ્રાર, GTU 
આ સમગ્ર મામલે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર કે.એન.ખેરજીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે,  વીન્ટર 2023 ની પરીક્ષામાં 151 કોપી કેસ થયા છે. જેમાં સૌથી વધુ ડિપ્લોમાં કોર્ષમાં 100 કોપી કેસ થયા છે. જેને લઈ જે તે દરેક વિદ્યાર્થીને તેમજ સંસ્થાને નોટીસ મોકલી દેવામાં આવી છે.  તેમજ આ તમામ લોકોને યુનિવર્સિટીની કમિટી સમક્ષ બોલાવવામાં આવશે અને તેનું હિયરીંગ કરવામાં આવશે. 

કે.એન.ખેર, રજીસ્ટ્રાર, GTU 

પ્રથમવાર સરકારી કોલેજમાં માસ કોપી કેસની ઘટના સામે આવી: કે.એન.ખેર, રજીસ્ટ્રાર, GTU 
પ્રથમ વખત સરકારી ઈજનેરી કોલેજમાં સૌ પ્રથમ વખત આ પ્રકારની ઘટના બનવા પામી છે. જેમાં વ્યારો પોલીટેકનિક કોલેજમાં મેથેમેટીક્સનાં વિષયમાં કુલ 39 વિદ્યાર્થીઓનાં બ્લોકમાં માસ કોપી કેસની ઘટના બની છે. આ ઘટનાને લઈ વ્યારા કોલેજ સેન્ટરનાં ઈન્ચાર્જ, જુનિયર સુપરવાઈઝર, ખંડ નિરીક્ષકને તેમજ વિદ્યાર્થીઓને હિયરિંગમાં બોલાવવામાં આવશે. તેમજ કસુરવારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ સમગ્ર બાબતે સરકારી કોલેજ હોવાથી ટેનિકલ એજ્યુકેશન વિભાગને જાણ કરવામાં આવી છે. 

વધુ વાંચોઃ લોકસભા ચૂંટણીને લઈને તૈયારી તેજ,19 એપ્રિલે ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ ફોર્મ ભરશે

વર્ગખંડનાં સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છેઃ રજીસ્ટ્રાર
હાલ તો તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ માસ કોપી કેસ ધ્યાને આવ્યા છે.  જેમાં લખાણ એક સરખું છે. તેમજ તે વર્ગખંડની સીસીટીવી ફૂટેજ પણ આપણે મંગાવ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે કમિટી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ