બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Lok Sabha elections intensifying Gandhinagar candidate Amit Shah will fill form April 19

લોકસભા ચૂંટણી 2024 / લોકસભા ચૂંટણીને લઈને તૈયારી તેજ,19 એપ્રિલે ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ ફોર્મ ભરશે

Ajit Jadeja

Last Updated: 02:21 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચુંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી સાત તબક્કામાં જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોની ચૂંટણી ત્રીજા તબક્કામાં થનાર છે.

લોકસભા ચૂંટણીને લઈને તૈયારી તેજ ચાલી રહી છે. 19 એપ્રિલે ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ ફોર્મ ભરશે. જ્યારે અમદાવાદના ઉમેદવારો 15 એપ્રિલે ફોર્મ ભરશે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર રેલી કાઢી ફોર્મ ભરવા જશે.

રેલી કાઢી ઉમેદવારો ફોર્મ ભરવા જશે

ચુંટણી પંચ દ્વારા લોકસભાને ચૂંટણી સાત તબક્કામાં જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોની ચૂંટણી ત્રીજા તબક્કામાં થનાર છે. લોકસભા ચૂંટણીને લઈને તૈયારી તેજ ચાલી રહી છે. આ તૈયારી વચ્ચે 19 એપ્રિલે ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. તો અમદાવાદ  ઉમેદવાર 15 એપ્રિલે ફોર્મ ભરવાની માહિતી સામે આવી છે. જોકે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે થોડા દિવસમાં તારીખ આવશે. એટલું જ નહીં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવાર રેલી કાઢી ફોર્મ ભરવા જશે. જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન કરાઈ રહ્યું છે. 

ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ

અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા છે. ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો છે. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે. 

ગાંધીનગર લોકસભા બેઠક પર સૌની નજર

ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ચુંટણી લડી રહ્યા છે. અને કોંગ્રેસમાંથી મહિલા ઉમેદવાર સોનલબેન પટેલ ટક્કર આપવાના છે. અમિત શાહને વધુ લીડથી જીતાડવા માટે સંગઠન દ્વારા કામે લાગી ગયા છે. મતદારો સુધી પહોચી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની વાત કરીએ તો  7 મેના રોજ મતદાન થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. આ ચૂંટણીમાં મહત્વની બેઠક ગાંધીનગરની છે. અમિત શાહ સામે કોંગ્રેસે વધુ મહેનત કરવી પડી શકે છે.

 

આ બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર

આ બેઠક પર કોંગ્રેસનું સંગઠન પણ હવે એટલુ મજબુત રહ્યુ નથી પરંતુ કોંગ્રેસ લોકોની વચ્ચે જઇ મુદ્દા રજુ કરીશુની વાત કરી રહ્યુ છે. અલગ અલગ મુદ્દાઓને લઇને કોંગ્રેસ લોકો સુધી પહોંચી રહ્યા છે. આ બેઠકના ઉમેદવાર સોનલ પટેલ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અગાઉ કોંગ્રેસ મહિલા પ્રમુખનું પદ સંભાળી ચુક્યા છે. તેમનું કાર્યક્ષેત્ર નારણપુરામાં રહેલુ છે. અત્યારે મહારાષ્ટ્રના પ્રભારી તરીકે સોનલ પટેલ કામ કરી રહ્યા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પણ તેઓ લડી ચુક્યા છે. 

વાંચવા જેવું: દમણ-દીવ બેઠક પર પટેલ v/s પટેલ, જાતિ સમીકરણથી જંગ ચકરાવે ચડયો, ઇતિહાસનું પાનું ફરશે?

 

ગાંધીનગર બેઠકનું જ્ઞાતિ સમીકરણ

મોટેભાગે શહેરી મતદાર ધરાવતી બેઠક છે. ગાંધીનગર લોકસભામાં 79% જેટલા શહેરી મતદાર છે. દલિત મતદાર આશરે 11%થી વધુ છે તેમજ આદિવાસી મતદારનું પ્રમાણ 2% જેટલું છે. 2019માં અમિત શાહને મળેલા મત 69.67%

ગાંધીનગર લોકસભામાં કઈ વિધાનસભા સમાવિષ્ટ?

ગાંધીનગર ઉત્તર
કલોલ
સાણંદ
ઘાટલોડિયા
વેજલપુર
નારણપુરા
સાબરમતિ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ