બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Daman-Diu Lok Sabha seat BJP has given ticket to Lalu Patel and Congress to Ketan Patel
Last Updated: 06:54 PM, 31 March 2024
ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ-દીવની લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે લાલુ પટેલને સતત ચોથી વખત રિપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે જિલ્લા પ્રમુખ કેતન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. ભાજપના ઉમેદવારે અત્યાર સુધી કરેલા વિકાસ કામોને લઈ મતદારો સમક્ષ જવાની વાત કહી છે. જ્યારે ભાજપના સાંસદ અને સરકાર હોવા છતાં દીવ-દમણના પ્રવાસનનો વિકાસ થયો નહી હોવાનો દાવો કરી વેપારીઓને પડી રહેલી તકલીફો અને લોકોની સમસ્યાઓ મતદારો સમક્ષ જવાનુ કહ્યુ હતુ. ગત ટર્મમા પણ બંને ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હોવાથી આ વખતે પણ જંગ રોચક બને તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દમણ-દીવ લોકસભા બેઠક
ભાજપ લાલુ પટેલ
કોંગ્રેસ કેતન પટેલ
કોણ છે લાલુ પટેલ?
લાલુ પટેલ દમણ-દીવના વર્તમાન સાંસદ છે. ભાજપે સતત ચોથી વાર લોકસભા લડવાની તક આપી છે. 2009થી દમણ-દીવ લોકસભા બેઠક ઉપર જીત મેળવી રહ્યા છે. જમીનથી જોડાયેલા નેતા તરીકેની છાપ છે.
ADVERTISEMENT
કોણ છે કેતન પટેલ?
કેતન પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. કોંગ્રેસ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહ્યાં તેમજ તાજેતરમાં પ્રિયંકા ગાંધી અંગે નિવેદન આપીને ચર્ચામાં આવ્યા હતા
2019નું પરિણામ
ભાજપ લાલુ પટેલ
પરિણામ જીત
ADVERTISEMENT
કોંગ્રેસ કેતન પટેલ
પરિણામ હાર
દમણ-દીવ બેઠકનો ઈતિહાસ
1987માં આ બેઠક અસ્તિત્વમાં આવી અને કોંગ્રેસ આ બેઠક ઉપર 3 વખત જીતી છે. જ્યારે ભાજપ આ બેઠક ઉપર 4 વખત જીતી છે. મોટેભાગે પક્ષ અને મુદ્દા આધારીત પરિણામ મળે છે
ADVERTISEMENT
દમણ-દીવનું જ્ઞાતિ ગણિત
કોળી પટેલ મતદારો આશરે 22%થી વધુ છે. ખારવા અને કોળી મતદારો પણ નોંધપાત્ર છે. બિનગુજરાતી મતદારોની સંખ્યામાં એક દશકમાં ભારે ઉછાળો થયો છે. દમણ-દીવમાં બિનગુજરાતી મતદારો લગભગ 30%થી વધુ છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.