ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / football world cup 2022 : lionel messi big tournament of retirement plan qatar world cup will be his last
ADVERTISEMENT
ADVERTISEMENT
ફૂટબોલના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસીએ પોતાની નિવૃત્તિ અંગેનો પ્લાન જગ જાહેર કરી દીધો છે. મેસ્સીના જણાવ્યા મુજબ કતારમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. લિયોનેલ મેસ્સીના આ ચોંકાવનારા નિવેદનથી ચાહકો ચોંકી ગયા છે.
2022માં યોજાનાર કતાર ફૂટબોલ વર્લ્ડ કપ તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ
ADVERTISEMENT
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. મેસ્સીએ જાહેરાત કરી છે કે વર્ષ 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. એટલે કે આ વર્લ્ડ કપ પછી તે ગમે ત્યારે નિવૃત્ત થઈ શકે છે, કારણ કે આ પછી આગામી વર્લ્ડ કપ ચાર વર્ષ પછી 2026માં વર્લ્ડ કપ યોજાશે ત્યાં સુધી મેસી રાહ જોવા માંગતો ન હોય તેવુ નિવેદન પરથી જણાઈ આવે છે.
2022 વર્લ્ડ કપના બાદ ગમે ત્યારે ફૂટબોલને અલવિદા કહી શકે
ADVERTISEMENT
આર્જેન્ટિના ટીમના કેપ્ટન લિયોનેલ મેસીએ ખાનગી ચેનલને આપેલા ઇંટરવ્યૂમાં પુષ્ટિ કરી છે કે કતારમાં 2022માં રમાનારો તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું આ લાસ્ટ વર્લ્ડ કપ છે તો મેસીએ જવાબ આપ્યો હતો કે હા, તે એકદમ છેલ્લો છે. તમને જણાવી દઈએ કે 2022 પછી આગામી ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં થશે. બીજી તરફ લિયોનેલ મેસ્સી 39 વર્ષનો થઈ ગયો હશે. આ જ કારણ છે કે તેણે 2022 વર્લ્ડ કપના બાદ નિવૃતિ કન્ફર્મ કરી દીધી છે.
Lionel Messi says 2022 World Cup in Qatar will 'surely' be his last, reports AFP News Agency
— ANI (@ANI) October 6, 2022
(File Pic) pic.twitter.com/hvPIPYBRsY
ADVERTISEMENT
'વર્લ્ડ કપના દિવસો જ ગણી રહ્યો છું'
ADVERTISEMENT
35 વર્ષીય લિયોનેલ મેસીએ કહ્યું કે હું શારીરિક રીતે વધુ સારું અનુભવી રહ્યો છું, મને આશા છે કે વર્લ્ડ કપ પહેલા પણ મારી સિઝન સારી રહેશે. હું ઈજામાંથી પાછો આવ્યો છું અને હવે સારું અનુભવું છું. હવે હું વર્લ્ડ કપના દિવસો જ ગણી રહ્યો છું, હકીકત એ છે કે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નર્વસનેસ વધી રહી છે.
લિયોનલ મેસીની કારકિર્દી
ADVERTISEMENT
લિયોનલ મેસીની ગણતરી અત્યારના સમયમાં જ નહીં પણ ઓલ ટાઈમ ગ્રેટ ફૂટબોલર્સમાં થાય છે. ઈન્ટરનેશનલ ફૂટબોલમાં તેમણે આર્જેટિના માટે 90 ગોલ કર્યા છે. ઈન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધુ ગોળ કરનાર ફૂટબોલરમાં તેઓ 3જા નંબર પર છે. સૌથી વધુ ઈન્ટરનેશનલ ગોલ કરવાનો રેકોર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (117 ગોલ) ના નામે છે. થોડા સમય પહેલા જ લિયોનલ મેસીએ બાર્સિલોનાને છોડ્યું હતું. બાર્સિલોના તરફથી રમતા મેસીએ કુલ 474 ગોલ કર્યા હતા. જ્યારે પીએસજી માટે અત્યારસુધી 11 ગોલ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ