બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / food you should avoid having with curd side effects

હેલ્થ ટિપ્સ / ગરમીઓમાં દહીંની સાથે આ વસ્તુઓ ના ખાઓ, ભોગવવુ પડી શકે છે મોટુ ગંભીર પરિણામ

Bijal Vyas

Last Updated: 01:59 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહીં પેટમાં ઠંડક પહોંચાડવાની સાથે ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે, જેનાથી ગરમીઓમાં અપચાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી

  • દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે 
  • પણ જો આ વસ્તુઓ સાથે દહીંનું સેવન કરવામાં આવે તો નુકસાન કારક છે 
  • પરોઠા સાથે દહીં ખાવાથી ડાઇજેશન પ્રોસેસ ખૂબ જ સ્લો થઇ શકે છે

Health tips: ગરમીની સિઝનમાં દહીં કે તેનાથી બનનારી વસ્તુઓનું સેવન ખૂબ જ વધારે કરવામાં આવતુ હોય છે. દહીં પેટમાં ઠંડક પહોંચાડવાની સાથે ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે, જેનાથી ગરમીઓમાં અપચાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 

દહીં ખાવાની યોગ્ય પદ્ધતિ
દહીં માં અનેક વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે. તેવામાં જરુરી છે કે તમે દહીંનું નિયમિત રીત સેવન કરો. પરંતુ દહીં ખાતી વખતે મોટાભાગે લોકો આ ભૂલો કરી બેસે છે. જેનાથી શરીરને ફાયદો નહીં પરંતુ નુકસાન થાય છે. તેવામાં જરુરી છે કે તમે દહીં ખાતા પહેલા તેને ખાવાની સાચી રીત ખબર હોવી જોઇએ. 

recipe of vegetable raita

1. ડુંગળી 
મોટાભાગે લોકો દહીંનું રાઇતુ ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. દહીંની તાસીર ઠંડી હોય છે. જ્યારે ડુંગળી શરીરમાં ગરમી પેદા કરવાનું કામ કરે છે. તેમાં જો ડુંગળી અને દહીં સાથે ખાવામાં આવે તો સ્કિન એલર્જીની સમસ્યા થઇ શકે છે.

2. માછલી
દહીં અને માછલી બંનેમાં પ્રોટીન હોય છે. તેવામાં આ બંને વસ્તુઓની સાથે ખાવાથી શરીરમાં એટલી વધારે માત્રામાં પ્રોટીન વધી જાય છે, કે તેને પચાવવું મુશ્કેલ થઇ જાય છે. જેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઇ શકે છે. 

3. કેરી
કેરીની તાસીર ગરમ હોય છે, જ્યારે દહીંની તાસીર ઠંડી હોય છે. આ બંને વસ્તુઓને સાથે ખાવાથી ડાયજેશન સમસ્યા સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. તેવામાં શરીરમાં ટોક્સિન પેદા થવા લાગે છે. 

શિયાળામાં બાજરીના રોટલાથી કંટાળ્યા છો તો ટ્રાય કરો આ ગરમાગરમ વાનગી, મળશે આ  અઢળક ફાયદા પણ | Try Bajara Methi thepla For Winter Snacks

4. ઓઇલી વસ્તુ 
દહીંને ઓઇલી વસ્તુઓ કે પરોઠા સાથે ખાવાથી ડાઇજેશન પ્રોસેસ ખૂબ જ સ્લો થઇ શકે છે, જેના કારણે તમે આખો દિવસ આળસનો અનુભવ કરી શકો છો. 

5. દૂધ 
દૂધ અને દહીં એક જ પરિવારમાંથી આવે છે, આ બંનેને એક સાથે ખાવાથી ડાયરિયા, એસિડિટી, અપચો અને ગેસની સમસ્યા થઇ શકે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ