બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / શોપિંગ / follow these tips while shopping for save money

કામની વાત / શોપિંગ કરતી વખતે તમારે પણ વધારે ખર્ચો થઈ જાય છે? તો અપનાવો આ ટિપ્સ થશે બચત

Ajit Jadeja

Last Updated: 04:34 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરીદી કરતી વખતે આપણે ઘણીવાર જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓ ખરીદીએ છીએ. જેના કારણે ખર્ચો પણ વધી જાય છે

Shopping Tips: આજના સમયમાં ખરીદી કરવી એક પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. મધ્યમ વર્ગ બજેટને અનુરૂપ ખરીદી કરતો હોય છે. ખરીદી કરતી વખતે આપણે ઘણીવાર જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓ ખરીદીએ છીએ. જેના કારણે ખર્ચો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે ખરીદી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો, તો તેનાથી ન માત્ર નકામા ખર્ચમાં ઘટાડો થશે પરંતુ તમે તમારા બજેટમાં પણ ખરીદી કરી શકશો.

શોપીંગ કરવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને મહિલાઓ ઘરની ચીજવસ્તુઓથી માંડીને જરૂરી વસ્તુઓ સુધીની તમામ ખરીદી પોતે કરે છે. ઘણા લોકો માર્કેટ જવાનું પસંદ કરે છે, જ્યારે ઘણા લોકો ઘરે બેસીને ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ખરીદવા માટે તમારે બજારમાં જવું પડે છે. પરંતુ માર્કેટ અને ઓનલાઈન શોપિંગ બંનેમાં પૈસા બચાવવા મુશ્કેલ બની જાય છે. દરેકને એક જ ફરિયાદ હોય છે કે બજારમાં જતી વખતે હાથમાં લઈને આવેલા બધા પૈસા ખર્ચાઈ જાય છે. જેના કારણે તેમના બજેટ પર અસર પડી છે.

ખરીદી માટે કરો યોગ્ય આયોજન

એટલા માટે જ ખરીદી ઓનલાઈન હોય કે ઓફલાઈન, ઘરની વસ્તુઓથી લઈને કપડાં ખરીદવા સુધીની દરેક વસ્તુનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. જેથી વ્યર્થ ખર્ચ અટકાવી શકાય. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે તેને અપનાવો છો અને તેનું પાલન કરો છો, તો તમે બજેટમાં જ જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી ખરીદી શકશો.

ખરીદીની યાદી તૈયાર કરો

આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તેમાં એક વિશ લિસ્ટ આવે છે. જ્યાં પસંદગીની વસ્તુઓને સીલેક્ટ કરી મુકવામાં આવે છે. આવી જ રીતે તમે બજારમાં શોપિંગ માટે જાઓ તે પહેલા એક લિસ્ટ તૈયાર કરવું જોઇએ. આમ કરવાથી તમારો સમય પણ બચશે અને તમે સરળતાથી વસ્તુઓ પસંદ કરી શકશો.

કિંમત સરખામણી

કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા તમારે તેની ગુણવત્તા અને કિંમતની અન્ય સામાન સાથે તુલના કરવી જોઈએ. આ માટે તમારે પહેલા નજીકની અન્ય દુકાનોમાં જવું પડશે અને વસ્તુઓની કિંમત અને ગુણવત્તા જોવી પડશે. પછી તમે તમારા બજેટ અને ઈચ્છા પ્રમાણે ગમે તે ખરીદી શકો છો.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો નહીં

ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવો જોઇએ. કારણ કે ઘણી વખત તમે બિનજરૂરી વસ્તુઓ ખરીદો છો. પણ પાછળથી તમને ખ્યાલ આવે છે કે તમે વ્યર્થ ખર્ચ કર્યો છે.

વધુ વાંચો : ફેમસ ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન, કાર્ડિયક અરેસ્ટે લીધો જીવ

જ્યાથી તમે વેરાયટી મેળવી  શકો

સૌ પ્રથમ એ વિચારો કે તમે ખરીદી કરતી વખતે શું ખરીદવા માંગો છો? તે પછી બજાર પસંદ કરો. જો તમે સ્ટાઈલ અને બ્યુટી સંબંધિત પ્રોડક્ટ્સ ખરીદવા ઈચ્છો છો, તો એવું માર્કેટ પસંદ કરો જ્યાંથી તમે તેની વેરાયટી અને ટ્રેડિંગ કલેક્શન સરળતાથી મેળવી શકો. તેનાથી તમારો સમય પણ બચશે અને તમારી પાસે ઘણા વિકલ્પો હશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ