ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Follow these 5 steps to reduce Home Loan EMI

તમારા કામનું / RBI એ તો રાહત ન આપી, હવે આ 5 રીતે ઘટાડી શકો છો હોમ લોનની EMI

Published By: Vidhata

Last Updated: 11:18 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેને પણ હોમ લોન (Home Loan) લઈને રાખી છે એ લોકોને એવી આશા હતી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) રેપો રેટમાં ફેરફાર કરીને તેમની EMI ઘટાડશે, પરંતુ એવું થયું નહીં. તો હવે તમે આ 5 રીતોથી તમારી EMI ઘટાડી શકો છો.

ADVERTISEMENT

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ રેપો રેટ (Repo Rate) સ્ટેબલ રાખીને લોન લેનારાઓને એક ઝટકો આપ્યો છે. મોટાભાગના હોમ લોન (Home Loan) લેનારાઓને આશા હતી કે તેમને EMIમાં થોડી રાહત મળશે. જો કે ચિંતા કરવાની જરૂર નથી, ભલે RBI એ તમારી EMI ન ઘટાડી હોય, તો પણ આ 5 ટિપ્સની મદદથી તમે તમારા હપ્તા ઘટાડી શકો છો.

તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે (RBI) સતત 7મી વખત રેપો રેટને 6.50 ટકા પર ફિક્સ રાખ્યો છે. RBI રેપો રેટના આધારે જ બેંકો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજ દરો નક્કી કરે છે.

હોમ લોનની EMI ઘટાડવા માટેની ટિપ્સ

જો તમે તમારી હોમ લોન (Home Loan) ની EMI ઘટાડવા માંગો છો, તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.

જો તમારો CIBIL સ્કોર સારો છે, તો તમે તમારી બેંક સાથે હોમ લોન પર ઓછા વ્યાજ માટે બાર્ગેઈન કરી શકો છો. જો તમારો CIBIL સ્કોર સમય સાથે સુધરી રહ્યો હોય, તો પણ તમે તમારી બેંક સાથે હોમ લોન પર વ્યાજ ઘટાડવા માટે બાર્ગેઈન કરી શકો છો. ઘણીવાર બેંક મેનેજર પાસે એટલું માર્જિન હોય છે કે તે તમારી લોન પર વ્યાજ ઘટાડી શકે. 

હોમ લોનની EMI ઘટાડવાનો એક રસ્તો એ પણ છે કે તમે ફ્લોટિંગ વ્યાજ દર પર સ્વિચ કરી લો. આજે નહીં તો કાલે ભારતીય રિઝર્વ બેંક (RBI) તેના રેપો રેટ (Repo Rate)માં ઘટાડો કરશે, ત્યારે તમારી EMI પણ તે મુજબ ઓછી થઈ જશે. 

જો માસિક EMI ઘટાડવા માંગતા હોવ તો તમે તમારી લોનની મુદત વધારી શકો છો. તેનાથી તમારી હોમ લોનની માસિક EMI ઘટી જશે. 

હોમ લોનની EMI ઘટાડવાનો બીજો રસ્તો એ છે કે તમારી લોનને અન્ય બેંકમાં પોર્ટ કરાવી લો. આનાથી તમારી માસિક EMI ઘટાડવામાં મદદ મળશે. લોન પોર્ટ કરવા પર, નવી બેંક ઘણીવાર તેના ગ્રાહકોને સસ્તું વ્યાજ આપે છે.

વધુ વાંચો: તમારો CIBIL સ્કોર 500 પોઈન્ટથી નીચે આવી ગયો છે? આ 5 રીતથી આવી જશે ઉપર

તમારી હોમ લોનની EMI ઘટાડવા માટે તમે દર વર્ષે એક કે બે વધારાની EMI ચૂકવી શકો છો. આના ડબલ ફાયદા થાય છે, એક તો તમારી લોનની મુદત ઘટી જાય છે અને બીજું, તમારી EMI પણ ઘટી જશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Home Loan RBI Home loan EMI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ