ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / credit score Increase your CIBIL score to 500 points with these effective ways

ક્રેડિટ સ્કોર / તમારો CIBIL સ્કોર 500 પોઈન્ટથી નીચે આવી ગયો છે? આ 5 રીતથી આવી જશે ઉપર

Published By: Vidhata

Last Updated: 11:06 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમારો Credit Score ખરાબ થઈ ગયો છે? ચિંતા ન કરો, તેને ફરીથી સારો કરી શકાય છે. આના માટે તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

ADVERTISEMENT

આજના સમયમાં ક્રેડિટ સ્કોર (CIBIL Score) સારો હોવો ખૂબ જ જરૂરી છે. જો તમે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન કે અન્ય કોઈપણ પ્રકારની લોન લેવા માંગતા હોવ તો ક્રેડિટ સ્કોર (Credit Score) ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. એટલા માટે જ તમારો ક્રેડિટ સ્કોર (Credit Score) હંમેશા સારો રહેવો જોઈએ. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે કોઈ લોનના હપ્તા ભરવાના ચૂકી જવાને કારણે અથવા ખરાબ ટ્રાન્ઝેક્શનને કારણે ક્રેડિટ સ્કોર 500થી નીચે જાય છે. જયારે આવું થાય ત્યારે CIBIL સ્કોર ફરીથી સારો કરવો એ એક પડકાર બની જાય છે. ત્યારે આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે પોતાનો ક્રેડિટ સ્કોર ફરીથી સુધારી શકો છો.

આ 5 રીતોથી ફરી વધારો CIBIL 

સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ લો - 

ક્રેડિટ સ્કોર વધારવા માટે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ લેવું એ ખૂબ જ સારો નિર્ણય હોય છે. સિક્યોર્ડ કાર્ડ મેળવવા માટે તમારે બેંકમાં FD કરવાની રહે છે. FDની કિંમત અનુસાર, તમને ક્રેડિટ લિમિટ આપવામાં આવે છે. આ કાર્ડનો કાળજીપૂર્વક ઉપયોગ કરીને, તમે સરળતાથી તમારો CIBIL સ્કોર વધારી શકો છો.

અધિકૃત યુઝર બનો - 

જો તમારા કોઈપણ સંબંધી અથવા કુટુંબના સભ્યોનો ક્રેડિટ સ્કોર સારો છે, તો તમે તેના ક્રેડિટ કાર્ડ પર અધિકૃત યુઝર બનીને તમારો ક્રેડિટ સ્કોર સરળતાથી વધારી શકો છો.

ક્રેડિટ બિલ્ડર લોન માટે અરજી કરો - 

ક્રેડિટ બિલ્ડર લોન તમારા ક્રેડિટ સ્કોરને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ લોનમાં ઘણી ઓછી રકમ ઉધાર લેવામાં આવે છે. લોન લેતી વખતે વ્યક્તિ આ લોનમાંથી મળેલી રકમ પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં જ રાખે છે. એવામાં જ્યારે તમે સમયસર લોન ચૂકવો છો, ત્યારે તેની માહિતી ક્રેડિટ બ્યુરોને આપવામાં આવે છે. આનાથી તમારો ક્રેડિટ સ્કોર સારો થાય છે.

ક્રેડિટ યુટિલાઇઝેશન ઓછું રાખો - 

ક્રેડિટ સ્કોર વધારતી વખતે, તમારે પોતાનું ક્રેડિટ યુટિલાઇઝેશન બને એટલું ઓછું રાખવું જોઈએ. જો શક્ય હોય તો, ક્રેડિટ લિમિટના 20 ટકાનો ઉપયોગ કરવો વધુ સારું રહે છે. આ તમારા ક્રેડિટ સ્કોર પર હકારાત્મક અસર કરે છે.

વધુ વાંચો: તમારે હોમ લોન ઝડપથી પતાવી છે? આ 9 ઉપાયથી વ્યાજના બોજમાંથી મળશે મુક્તિ

ક્રેડિટ રિપોર્ટ ચેક કરો - 

તમારે દર મહિને તમારી ક્રેડિટ રિપોર્ટ ચેક કરવો જોઈએ. આમાં તમારે જોવું જોઈએ કે કઈ-કઈ લોન તમારા પર ચાલી રહી છે. જો કોઈ એવી લોન મળે, કે જે તમારાથી સંબંધિત નથી, તો તમારે તરત જ તેની જાણ કરવી જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cibil Score Credit Score business ક્રેડિટ સ્કોર cibil score

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ