બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Flowers and poojas offered to Ganesha will no longer be thrown in the garbage but will waft the fragrance.

પ્રોજેકટ / ગણેશજીને ચઢાવેલાં ફૂલ અને પૂજાપો હવે કચરામાં નહીં ફેંકાય પણ સુગંધ લહેરાવશે, આયોજન જાણી તમે પણ મહેકી ઉઠશો

Vishal Khamar

Last Updated: 09:27 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત રાજ્યભરમાં અત્યારે ભક્તિભાવ અને આસ્થા સાથે ગણેશ ઉત્સવ ઊજવાઈ રહ્યો છે. ભગવાન ગણેશજીને ચડાવવામાં આવતા સુગંધિત ફૂલોમાંથી અગરબત્તી બનશે. બુક્સ એન્ડ બ્લૂમ્સ નામના અમદાવાદના વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપે મંદિર જમા થયેલા ફૂલના કચરામાંથી ખાતર અને અગરબત્તી બનાવવાની શરૂઆત કરી છે.

  • ગણેશજીને ચઢાવેલાં ફૂલ અને પૂજાપો હવે કચરામાં નહીં ફેંકાય પણ સુગંધ લહેરાવશે
  • આયોજન જાણી તમે પણ મહેકી ઉઠશો
  • ફૂલ અને પૂજાપાના કચરાનું સુગંધિત અને  સુવ્યવસ્થિત આયોજન

અમદાવાદ સહિત રાજ્યભરમાં અત્યારે ભક્તિભાવ અને આસ્થા સાથે ગણેશ ઉત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે નાની મોટી મૂર્તિની સ્થાપના અને ગણેશ પંડાલમાં થયેલી મોટી શ્રીજી પ્રતિમાની સ્થાપના બાદ દરરોજ શ્રીજીને ચઢાવવામાં આવતાં ફૂલ અને પૂજાપા મળીને દરરોજ અંદાજે ૫૦૦ કિલોથી વધુ કચરો શહેરમાં એકઠો થાય છે ત્યારે આ વાસી ફૂલને અન્ય ગંદા કચરામાં ભેળવવાના બદલે તેનો અલાયદો ઉપયોગ થઇ રહ્યો છે. સાથે પર્યાવરણની જાળવણી પણ થઇ રહી છે. રોજ નવાં તાજાં ફૂલની સામે વાસી ફૂલ પણ એટલાં જ પ્રમાણમાં એકઠાં થાય છે.
ગણેશોત્સવમાં ઉપયોગમાં લેવાતો પૂજાપો નદીમાં પધરાવી દેવામાં આવે છે. ક્યારેક ઓવારા પરના કળશમાં કચરો વેરવિખેર થઈને રસ્તા પર ફરી વળતો હતો. હવે કેટલીક સામાજિક સંસ્થા આ પૂજાપો કચરાગાડીની જગ્યાએ પોતે જ ઉઠાવી લે છે. તહેવારોમાં તેમ જ મંદિરોમાંથી નીકળતાં ફૂલ-પાંદડાં સહિતના પૂજાપાનો યોગ્ય નિકાલ કરીને તેનું વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવાય છે   અત્યાર સુધી કૃત્રિમ તળાવ પર પણ   પૂજાપો એકત્ર કરી નદીમાં પધરાવાતો હતો.
બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટનાં ભોજનાલયમાં કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્રોજેકટ કાર્યરત છે. મંદિરનાં વાસી ફૂલો જેવી બિનજરૂરી ચીજવસ્તુ અને ભોજનાલયમાં બગડતાં અનાજમાંથી ખાતર બનાવવાની કામગીરી થઇ રહી   છે. રોજે રોજનો કચરો ખાતરમાં પરિવર્તિત થતાં સ્વચ્છતામાં વધારો થાય છે. તેમાંથી બનતાં ખાતરમાંથી આવક થાય છે. મંદિરમાં ખાતર બનાવવાનું મશીન આવતાં વાસી ફૂલો અને વધેલા ભોજનમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે.

એક કિલો ખાતર અને એક પેકેટ ધૂપની કિંમત ૬૦ રૂપિયા જેટલી રહે 

મંદિરમાં એક વાર ફૂલ ચડાવ્યા બાદ ફૂલને ભેગાં કરવામાં આવે છે. ખાસ કરીને ગલગોટા અને ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ખાતર બનાવવા માટે ત્રણ મશીનની જરૂર રહે   છે. થ્રેડર, માઈક્રોસ્કોપ અને સેવિંગ મશીન. આ વાસી   ફૂલમાંથી ધૂપ અને અગરબત્તી પણ બને   છે. જેમાં થ્રેડર, મિક્સર અને સેવિંગ મશીનનો ઉપયોગ થાય છે. થ્રેડરમાં ફૂલના નાના ભાગ અલગ કરવામાં આવે છે. મિક્સરમાં પાણી અને અન્ય પદાર્થોને મિક્સ કરવામાં આવે છે. સેવિંગ મશીનથી ૩૦ દિવસ બાદ શુદ્ધ અગરબત્તી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. એક કિલો ખાતર અને એક પેકેટ ધૂપની કિંમત ૬૦ રૂપિયા જેટલી રહે છે.

૧૦૦૦ કિલો ફૂલના કચરામાંથી ૧૦૦ કિલો ખાતર બને 
બુક્સ એન્ડ બ્લૂમ્સ નામના અમદાવાદના વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપે   મંદિર, ગુરુદ્વારા, ચર્ચ અને મસ્જિદમાં જમા થયેલા ફૂલના કચરામાંથી ખાતર અને અગરબત્તી બનાવવાની શરૂઆત કરી છે. કચરામાં ગયેલા ફૂલના કમ્પોસ્ટનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ફૂલના કચરાને તળાવ અને નદીમાં ફેંકાતો અટકાવવા માટે અને કચરો વધતો રોકવામાં આવી રહ્યો છે. આ વિદ્યાર્થીઓ સુકાઈ-કરમાઈ ગયેલાં કે ફંેકાયેલાં ફૂલને રિસાઈકલ કરીને તેનું ખાતર બનાવે છે. અને   ભગવાનની પૂજામાં વપરાતી અગરબત્તી અને સાબુ પણ બનાવી રહ્યા છે. ફૂલના કચરાનો યોગ્ય ઉપયોગ કરીને કોઈ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે તો તે લોકોને કામ આવી શકે છે. ૩૦ દિવસની પ્રક્રિયા બાદ ફૂલમાંથી ખાતર તૈયાર થાય છે. દરરોજ ૧૦૦૦ કિલો ફૂલના કચરામાંથી ૧૦૦ કિલો ખાતર બને છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ