બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / first time Ashapura temple closed Navratri kutch
ADVERTISEMENT
નવરાત્રીમાં કચ્છમાં માતાના મઢ તરફ ભક્તોનો પ્રવાહ ચાલુ હોય છે, લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માતાના મઢ દર્શન કરવા ઉમટી પડતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે દેશ સાથે કચ્છમાં પણ કોરોના સંક્રમણનો વ્યાપ વધતા માતાના મઢ જાગીર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દરમિયાન ઇતિહાસમાં પ્રથમ વખત આસો નવરાત્રીમાં માતાનામઢ આશાપુરા મંદિર તેમજ પરિસર માઈભક્તો, દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે.
માર્ગો ઉપર પદયાત્રીઓનો કેમ્પ યોજવા મનાઈ
ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશ દેવીમાં આશાપુરાના સ્થાનકે લાખોની સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને કે, વાહન દ્વારા નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા આવતા હોય છે. પરંતુ કોરોના કહેરના કારણે નવરાત્રિમાં માતાના મઢનું મંદિર બંધ રાખવામાં આવશે. કોરોનાના કારણે મંદિરમાં પ્રસાદી ક્ષેત્ર, અતિથીગ્રહ પણ બંધ રાખવામાં આવ્યા છે. તેમ જ માર્ગો ઉપર પદયાત્રીઓનો કેમ્પ યોજવા પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.
ADVERTISEMENT
કોઈ દર્શનાર્થીઓએ માતાના મઢ દર્શન માટે આવું નહીંઃ ટ્રસ્ટ
નવરાત્રીમાં દર્શનાર્થીઓ માતાના મઢ આવે તો સંક્રમણ વધવાની ભીતિ છે, ત્યારે નવરાત્રી દરમિયાન મંદિર બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જાગી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને વિનંતીપૂર્વક અપીલ કરવામાં આવી છે કે કોઈ દર્શનાર્થીઓએ માતાના મઢ દર્શન માટે આવું નહીં તે ઉપરાંત માઈ ભક્તો માટે જાગૃતિ ટ્રસ્ટ દ્વારા અલગ ઓનલાઇન દર્શન પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
કુળદેવી માં આશાપુરા મંદિર ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રમાણે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે ચોક્કસથી માઈ ભક્તોમાં નિરાશા છે, પરંતુ કોરોના સંક્રમણના ફેલાય તે માટે જે રીતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેને સૌ કચ્છી લોકો પણ આવકારી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.