બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / First Private Astronaut Mission To Space Station Readies For Launch by Axiom Space

મિશન Ax-1 / વિશ્વના પહેલાં પ્રાઇવેટ એસ્ટ્રોનોટ મિશનને લઈને કંપનીએ કર્યું મોટું એલાન, શરૂ થશે સ્પેસ યાત્રાનો નવો યુગ

Dhruv

Last Updated: 11:52 AM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં હ્યુસ્ટન સ્થિત ખાનગી કંપની Axiom Space પોતાના ચાર અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલશે.

  • અમેરિકી કંપની 4 લોકોને મોકલશે સ્પેસ સ્ટેશન પર
  • સંપૂર્ણ રીતે પ્રાઇવેટ યાત્રામાં ઘણાં પ્રયોગો અને પરીક્ષણ થશે
  • કંપનીએ મિશનને લઇને શેર કરી સૌથી મહત્વની જાણકારી

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આ અઠવાડિયે સામાન્ય કરતાં થોડી વધુ વ્યસ્તતા અને વધારે હલચલ જોવા મળશે. કારણ કે, અમેરિકામાં હ્યુસ્ટન સ્થિત ખાનગી કંપની Axiom Space પોતાના ચાર અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલશે. આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. હવે માત્ર આ મિશનનું કાઉન્ટડાઉન શરૂ થવાની રાહ જોવાઇ રહી છે.

મિશન Ax-1

Axiom નાં પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે, જો મિશન યોગ્ય રીતે આગળ વધશે તો નાસાના નિવૃત્ત અવકાશયાત્રી માઈકલ લોપેઝ એલેગ્રિયાના નેતૃત્વમાં ચાર સભ્યોની ટીમ લગભગ 28 કલાક બાદ સ્પેસ સ્ટેશન પર પહોંચશે. આ ચાર અવકાશયાત્રીઓ શુક્રવારે એલોન મસ્ક (Elon Musk) ની સ્પેસએક્સ (SpaceX) કંપનીના ડ્રેગન કેપ્સ્યુલથી અંતરિક્ષ માટે રવાના થશે. આ મિશનનું નામ Ax-1 છે.

જાણો કોણ-કોણ છે સામેલ?

નાસાના પૂર્વ અવકાશયાત્રી માઈકલ લોપેઝ એલેગ્રિયા આ ખાસ સફરમાં સામેલ છે. 63 વર્ષીય લોપેઝ એલેગ્રિયા આ મિશનના કમાન્ડર અને Axiom નાં વાઇસ પ્રેસિડેન્ટ છે. એ સિવાય અન્ય ત્રણ ખાનગી મુસાફરો પણ સામેલ છે - લૈરી કોનર, માર્ક પેથી અને ઈટન સ્ટ્રીબ. આ યાત્રીઓની અવકાશ યાત્રા 10 દિવસની હશે. સ્પેસ સ્ટેશનમાં તેઓ 8 દિવસ રોકાશે. પ્રવાસમાં બે દિવસનો સમય લાગશે.

લોપેઝ એલેગ્રિયાએ તાજેતરમાં જ જણાવ્યું કે, 'આ મિશન અનોખું છે. અમે સ્પેસ ટુરિસ્ટ નથી. અમે ત્યાં બાયો-મેડિસિન સંશોધન પણ કરીશું. જેમાં માનસિક સ્વાસ્થ્ય, કાર્ડિયક સ્ટેમ સેલ, કેન્સર અને ઉંમર વધવાની સાથે-સાથે શરીરમાં થતા ફેરફારોની તપાસ કરવામાં આવશે. Axiom ટીમે NASA અને SpaceX બંને સાથે વ્યાપક તાલીમ લીધી છે. જેથી પ્રવાસ દરમિયાન આપણે સાથે મળીને સમાધાન કરી શકીએ.'

જાણો મિશનમાં શું હશે?

આ દરમિયાન 26 માઈક્રોગ્રેવિટી પ્રયોગો કરવામાં આવશે. જેમાંથી ઘણા વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંબંધિત છે. આ ટીમ પ્રયોગ માટે જરૂરી તમામ સાધનો સાથે લઇને જશે. આ મિશન અંગે માઈકલ લોપેઝ એલેગ્રિયાએ જણાવ્યું કે, માનવ અવકાશ ઉડાનનો નવો સમય છે. આ ઉડાણથી અવકાશ યાત્રાના નવા આયામો ખુલશે. માત્ર એટલું જ નહીં વૈજ્ઞાનિક જૂથ સ્પેસ સ્ટેશન પર વર્કિંગ તેમજ રહેવા અને સંશોધનને લઇને માત્ર વૈજ્ઞાનિક સમૂહ જ નહીં જોડાય. પરંતુ વિશ્વનાં અન્ય લોકો પણ તેમાં જોડાશે. આ એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે કે જે આગળ વધશે.

સર્જાશે ઈતિહાસ

Axiom સ્પેસના સીઈઓ માઈકલ સફ્રેડિનીએ જણાવ્યું કે, અવકાશ યાત્રાનો નવો યુગ શરૂ થવાનો છે. ત્યારે આ એવાં લોકો છે કે જેઓ કોઈ પણ વૈજ્ઞાનિક સમુદાય સાથે નથી જોડાયેલા. આ પહેલાં તેઓને અવકાશ યાત્રાનો કોઈ અનુભવ પણ નથી. પરંતુ તેઓ સાથે કામ કરીને નવો ઈતિહાસ રચવા જઈ રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ