બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Firecracker factory fire in Ahmedabad stampede

અમદાવાદ / આગની બે ઘટનામાં મોટી જાનહાની ટળી, ફટાકડાનાં ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ, ગેરેજમાં આગથી માલ-સામાન બળીને ખાખ

Vishal Khamar

Last Updated: 11:48 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રવિવારે વહેલી સવારે બે આગની ઘટનાઓ બનવા પામી હતી. જેમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. જ્યારે સનાથળ બાવળા રોડ પર આવેલ ગેરેજમાં આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.

મળતી માહિતી મુજબ અમદાવાદનાં સરખેજ-બાવળા રોડ પર ફટાકડા બનાવતા ગોડાઈનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેમાં નરીમનપુરા ગામ ખાતેના ન્યૂ મીરા કિંગ ફાયર વર્કસમાં આગ લાગી હતી. આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની 9 ટીમો તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. આ ઘટનામાં 3 પશુઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ પશુઓને બચાવી લેવાયા હતા. 

4 કલાકની જહેમતે આગ કાબુમાં આવી
ફટાકડાની ફેક્ટરીમાં  આગ ઓલવવા માટે ફાયર વિભાગની 9 ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી 4 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે આગ લાગવાનું કારણ હજુ અકબંદ છે. આગ કઈ રીતે લાગી તેનું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે. 

વધુ વાંચોઃ 'બહેને જે નિવેદન આપ્યું તેને હું વખોડું છું' કાજલ હિન્દુસ્તાનીને લઇ નરેશ પટેલનું નિવેદન

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ
તો બીજી તરફ વહેલી સવારે શહેરનાં સનાથલ થી બાવળા જવાનાં રોડ પર આગની ઘટના સામે  આવી હતી. નવકાર પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ટ્રાવેલનાં ગેરેજમાં આગ લાગી હતી. ત્યારે ફાયર વિભાગને આગનો કોલ મળતા ફાયર બ્રિગ્રેડની 2 ગાડી અને ટીમ સ્થળ પર પહોંચી હતી. જેઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી. મળતી માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ