બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / રાજકોટ / Naresh Patel's statement on Kajal Hindustani

રોષ / 'બહેને જે નિવેદન આપ્યું તેને હું વખોડું છું' કાજલ હિન્દુસ્તાનીને લઇ નરેશ પટેલનું નિવેદન

Ajit Jadeja

Last Updated: 11:44 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે તેજાબી ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડ્યુ

રાજકોટમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે રાજકીય ઘમાસાણ અંગે પોતાને દૂર રાખતા બોલવાનુ ટાળ્યુ હતુ. ક્ષત્રીય સમાજ સામે થયેલા નિવેદનથી વિરોધ ચાલી રહ્યો છે ત્યારે નરેશ પટેલ સેફ સાઇડ ચાલી રહ્યા છે.જોકે તેજાબી ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની ના નિવેદનને તેમણે વખોડ્યુ હતુ. અને કાજલે માફી માગવી જોઇએ તેમ કહ્યુ હતુ. જ્યારે ભાજપ નેતા રૂપાલાએ કરેલા બફાટ મામલે નરેશ પટેલે રાજકીય કોઇ નિવેદન આપવાનું ટાળ્યુ હતું. તેમણે કહ્યુ હતું કે કોઇપણ રાજકિય બાબતમાં હું કોમેન્ટ નહીં આપું.  ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઇ કહ્યુ હતુ કે બહેને જે નિવેદન આપ્યું તેને હું વખોડું છું. 

 

શું બોલ્યા હતા પરશોત્તમ રૂપાલા

રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.  

રૂપાલાની વધતી મુશ્કેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન પર વિરોધ સતત વધતો જાય છે. ક્ષત્રિય મહિલાઓએ પરષોતમ રૂપાલાના પૂતળાનું દહન કર્યુ હતુ. ત્યારે રાજપૂત અગ્રણીઓએ કહ્યું કે પરષોતમ રુપાલાનું  ફોર્મ ભરાશે તો આક્રમક  કાર્યક્રમ આપીશું. તેમણે કીધું તેમની બસ એક જ માંગ છે કે પરષોતમ રૂપાલાની ટિકીટ કેન્સલ કરવામાં આવે. બે વાર માફી માગી હોવા છતાં રાજપૂતો પોતાના સ્વમાન પર અડગ છે. રૂપાલાએ રાજપૂતોના સ્વમાનને ઠેસ પહોચાડી હોવાથી કોઇપણ ભોગે રાજપૂતો પાછી પાની કરવા માંગતા નથી. અને યુદ્ધ એજ કલ્યાણ સાથે લડત શરૂ કરી છે. પરશોત્તમ રૂપાલાએ કરેલા બફાટ બાદ સૌરાષ્ટ્ર નહી પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે. મહેસાણા જિલ્લામાં પણ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સહિત ક્ષત્રિય રાજપૂત સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યુ હતું. બનાસકાંઠા જિલ્લામાં પણ રાજપૂતો દ્વારા રૂપાલાના નિવેદનને વખોડવામાં આવ્યુ છે.

 

પદ્મિનીબાએ કહ્યું માફી નહીં સજા આપીશું  

કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, ગોંડલમાં જે બેઠક મળી હતી. તે રાજકીય લેવલે મળી હતી. અને અમારુ સ્ટેન્ડ એક જ રહેશે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ કરો. અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું. કેમ કે અમને એવી આશા હતી  કે જયરાજભાઈ બેઠક કરે છે તો તેઓ ક્ષત્રિય સમાજનાં દીકરા છે તો બેઠકમાં કંઈકને કંઈક અમારી ફેવરમાં આવશે. અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકીટ આપવામાં આવે. અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને ટિકીટ આપો. ક્ષત્રિય સમાજની એક માંગ પુરી કરી નથી શકતા. રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્ય છે.  અમે માફી નહી સજા જ આપીશું.  અને સજાએ છે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ થાય. 

આ પણ વાંચો ઃ પરશોત્તમ રૂપાલા રજવાડા પર એવું તો શું બોલ્યા કે માંગવી પડી માફી, બંને વીડિયો વાયરલ 

જે કાર્યક્રમને લઇને પદ્મિનીબાએ આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે તે કાર્યક્રમ આ હતો 

ગઈકાલે ગોંડલના શેમળા ખાતે જયરાજસિંહના ફાર્મહાઉસ ગણેશગઢ ખાતે તેમની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ હાજર હતા. જેમાં ભાજપના ક્ષત્રિય સમુદાયના અનેક આગેવાનો  પણ હતા . પુરુષોત્તમ રૂપાલા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ફરી એક વખત જાહેરમાં સમાજની બે હાથ જોડી માફી માગી હતી. આ પછી તમામ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે માફ કરવું એ આપણો ક્ષત્રિય સમાજનો ધર્મ છે, માટે આજે આપણે આ વિવાદને પૂર્ણ કરવાનો છે. જોકે આજે પણ હજુ વિરોધ અને વિવાદ ક્ષત્રિય સમાજમાં યથાવત્ જોવા મળી રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Kajal Hindustani Khodaldham President Naresh Patel કાજલ હિન્દુસ્તાની ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પરષોત્તમ રૂપાલા Patidar leader Naresh Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ