નાણામંત્રી નિર્મલા સીતારામને આજે દેશમાં મંદીના ભોરીંગને નાથવાના પ્રયાસ રૂપે અગત્યની જાહેરાતો કરી છે જેના પૈકી સરકારી કર્મચારીઓને નવું ઘર ખરીદવા માટે ફાયદાકારક યોજના લાગુ કરી છે. આ ઉપરાંત તેમણે બીજી પણ આવી કેટલીક અગત્યની જાહેરાતો કરી છે
નિર્મલા સીતારામણે સરકારી કર્મચારીઓને હાઉસીંગ લોનના વ્યાજદરો ઘટાડી આપવાનો નિર્ણય કર્યો છે.
આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન થવું જરૂરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારામન
નાણામંત્રી નિર્મલા સીતારામણે હાઉસિંગ સેક્ટરમાં પ્રવર્તી રહેલી મંદીમાંથી દેશને ઉગારવા માટે હાઉસિંગ લોન લેનાર લોકોને સારા સમાચાર આપ્યા હતા.
હાઉસિંગ લોન ઉપરના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેથી ઘર ખરીદવા અને બનાવવવાની માંગમાં વધારો આવશે તેવી આશા છે. અહી નોંધનીય છે કે આ લાભો રાજ્ય કક્ષા અથવા કેન્દ્ર સ્તરે કામ કરી રહેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને મળશે. નાણામંત્રી નિર્મલા સીતારામણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકારી નોકરી કરનાર લોકો ઘર ખરીદનારાઓની કુલ માંગનો એક મોટો ભાગ છે અને આ યોજનાથી સરકારી કર્મચારીઓ નવું ઘર ખરીદવા માટે પ્રોત્સાહિત થશે.
હાઉસ બિલ્ડીંગ એડવાન્સીસ (HBA)શું છે?
HBA કેન્દ્ર અથવા રાજ્ય કક્ષાના સરકારી અધિકારીઓ પોતે અથવા પોતાના જીવનસાથી સાથે ૧) પોતાના પ્લોટ પર નવું ઘર ખરીદી શકે અથવા ૨) નવો પ્લોટ ખરીદી શકે તે માટેની યોજના છે. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયની વેબસાઈટ મુજબ આ યોજનાનો લાભ હાઉસિંગ બેંક લોનની ચુકવણી સમયે મળશે. જો કે તેની કેટલીક શરતોનું પાલન થાય તે જરુરી છે.
આ યોજનાનો લાભ હાઉસિંગ બોર્ડ, ડેવલપમેંટ ઓથોરીટી અથવા કોઈ સરકારી અધિકૃત સંસ્થા અથવા બિલ્ડર પાસેથી લીધેલ પ્લોટ અથવા મકાન પર જ મળશે.કોઈ વ્યક્તિ પાસેથી લીધેલ સંપત્તિ ઉપર મળશે નહિ.
સરકારી કર્મચારી તેના હોદ્દાના ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ લઇ શકશે.
યોજના અંતર્ગત નવા મકાનની ખરીદી અથવા બનાવવા ઉપર વધુ માં વધુ ૨૫ લાખની છૂટ મળશે.
યોજના અંતર્ગત જુનાં મકાનનો વિસ્તાર વધારવા માટે વધુમાં વધુ ૧૦ લાખની છૂટ મળશે.
જો મકાન ગ્રામ્ય વિસ્તારમાં હશે તો કુલ લાભની ૮૦% રકમ જ મળવાપાત્ર ગણાશે. જો કે શહેરની પરીમીતીમાં આવેલો ગ્રામ્ય વિસ્તાર ૧૦૦% રકમ માટે મંજુર ગણાશે.
આ સાથે સરકારને આર્થિક મંદીના ભણકારાની જાણ થઈ જતાં નિકાસ બાજુ યોગ્ય ધ્યાન આપવું પડશે તે સમજાઈ ગયું હોય તેમ લાગ્યું. એટલે જે આર્થિક સુસ્તી ઉડાડવા માટે ખાસ કરીને ઍક્સપોર્ટ માટે પણ 70000 કરોડનું મસમોટું પેકેજ જાહેર કરવું પડ્યું જેથી નિકાસને વેગ મળે અને દેશમાં રૂપિયો મજબૂત થાય. મિડલ ક્લાસની સાથે સાથે નિકાસ ક્ષેત્રની પણ આ મોટી જાહેરાતને નિષ્ણાતો વખાણી રહ્યાં છે. કારણ કે આ નિર્ણયથી દેશમાં ઘણા સમયથી ઠપ્પ થઇ ગયેલા ટેક્ષટાઈલ અને હાઉસિંગ ક્ષેત્રને વેગ આપવામાં મદદરૂપ થશે.
વિશેષજ્ઞોના મતે:
૧. એક્સપોર્ટ ક્રેડીટ લાઈનમાં ૩૬થી ૬૮ હજાર કરોડનું રોકાણ દેશની નિકાસને પાટા પર લાવવામાં મદદરૂપ થશે.
૨. ટેક્ષટાઈલ ક્ષેત્ર અને SMSE ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આનાં પગલે આ ક્ષેત્રોમાં રોજગારમાં વધારો થઇ શકશે જેથી બેરોજગારીની સ્થિતિ સુધારશે.
૩. ૬૦% કે તેથી વધુ પૂર્ણ થઈને રોકાણના અભાવે અટકી ગયેલા પ્રોજેક્ટ્સને ફરી શરુ કરાવવા માટે ૧૦,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે જેથી આ પ્રોજેક્ટ્સ પોતાની લોન પૂરી કરી શકશે અને બેંકોની NPA પણ ઘટશે.
૪. દુબઈ જેવા શોપિંગ ફેસ્ટીવલ ભારતમાં યોજવાથી વિદેશી રોકાણકારો અને પ્રવાસીઓ ભારત તરફ આકર્ષાશે.
અફોર્ડેબલ હાઉસિંગ માટે 10,000 કરોડ રૂપિયાના ફંડનું એલાન
નાણા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં અફોર્ડેબલ, મિડલ ક્લાસ ઇન્કમ હાઉસિંગ માટે 10 હજાર કરોડના ફંડનું એલાન કર્યું છે. નાણા મંત્રીએ જણાવ્યું કે ઘર ખરીદવા માટે જરૂરી ફંડ માટે સ્પેશિયલ વિંડો બનાવવામાં આવશે. જેમાં એક્સપર્ટ લોકો કામ કરશે. લોકોને ઘર લેવામાં સરળતા પડશે અને સરળતાથી લોન લઇ શકાશે. સાથે અફોર્ડેબલ હાઉસિંગ પર એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ એટલે ECB ગાઇડલાઇન્સ સરળ કરવામાં આવશે.
જણાવી દઇએ કે ECB વિંડો હેઠળ ભારતની કંપનીઓ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા કેટલીક ખાસ સ્થિતિઓમાં વિદેશ મૂડી એકઠી કરવી યોગ્ય છે. 45 લાખ રૂપિયા સુધીનું મકાન ખરીદવા પર ટેક્સમાં છૂટના નિર્ણયમાં ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરમાં મળ્યો છે.
ટેક્સપેયર્સને મોટી રાહત, નાના ડિફોલ્ટમાં નહીં ચાલે અપરાધિક કેસ
નિર્મલા સીતારમણે જણાવ્યું કે નાના ડિફોલ્ટમાં હવે અપરાધિક કેસ ચાલશે નહીં. 25 લાખ રૂપિયા સુધીના ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી માટે સિનિયર અધિકારીઓની મંજૂરી જરૂરી છે. એક્સપોર્ટ માટે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2020થી મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફોર્મ ઇન્ડિયન સ્કીમ એટલે કે એમઈઆઈએસની જગ્યાએ નવી સ્કીમ આરઓડીટીઈપીને લોન્ચ કરવામાં આવી છે. આ નવી સ્કીમથી સરકાર પર 50 હજાર કરોડ રૂપિયાનો ભાર વધશે.તો એક્સપોર્ટમાં ઈ-રિફંડ જલ્દી લાગૂ થશે.
એક્સપોર્ટને વધારવા માટે માર્ચમાં 4 મેગા ફેસ્ટિવલનું આયોજન થશે. આ ફેસ્ટિવલ 4 અલગ અલગ દેશોમાં આયોજિત થશે. દેશના દરેક પોર્ટ પર મેન્યુઅલ ક્લિયરન્સ ડિસેમ્બર 2019થી બંધ થશે.
મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકોના ક્રેડિટ આઉટ ફ્લો વધશે, સાથે જ ક્રેડિટ આઉટફ્લોની જાણકારી માટે સપ્ટેમ્બરમાં PSU બેંકોના પ્રમુખ સાથે બેઠક થશે. આર્થિક મંદીને લઈને કેન્દ્રની મોદી સરકારને વિપક્ષે નિશાન બનાવી છે. દેશની આર્થિક મંદીને લઈને સતત આલોચના થઈ રહી છે ત્યારે નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારમણે કહ્યું કે અમારું ફોકસ હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર છે. આ પહેલાં ઈકોનોમીને બૂસ્ટ કરવા માટે નિર્મલા સીતારમણે બે વાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી.