બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Finally the Congolese leader revealed the secret behind BJP's victory in the elections

નિવેદન / 'કોંગ્રેસ ચૂંટણી આવે એટલે ખેસ-બેસ ધોવા લાગે, જ્યારે ભાજપ...', આખરે કોંગી નેતાએ ખોલ્યું ચૂંટણીમાં ભાજપની જીત પાછળનું રહસ્ય

Priyakant

Last Updated: 03:29 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News : વડોદરાથી રાજકારણને લઈ એક મોટા સમાચાર, કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાએ ભાજપના વખાણ કર્યા, કહ્યું કોંગ્રેસના નેતાઓ 59 મહિના ખેસ બાજુ જોતા પણ નથી

  • વડોદરાના પાદરામાં કોંગ્રેસના કાર્યક્રમમાં ભાજપની પ્રશંસા
  • અર્જુનસિંહ પઢિયારનો ભાજપ પ્રેમ છલકાયો
  • ભાજપની ચૂંટણી રણનીતિના કર્યા વખાણ 
  • ભાજપની પ્રશંસાનો વીડિયો વાયરલ 
  • અર્જુનસિંહ પઢિયારે કર્યા ભાજપના વખાણ 

Vadodara News : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી અને ચૂંટણીને લઈ કવાયત શરૂ કરી દીધી છે. આ તરફ ભાજપે પણ લોકસભા ચૂંટણી પહેલા આવતીકાલે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની એક બેઠક બોલાવી છે. આ બધાની વચ્ચે વડોદરાથી રાજકારણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં કોંગ્રેસના એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાએ ભાજપના વખાણ કર્યા હતા. 

વડોદરાના પાદરામાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અર્જુનસિંહ પઢિયાર સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બન્યું એવું કે, કોંગ્રેસ નેતાએ ભાજપ ના વખાણ કર્યા હતા. કોંગ્રેસના સ્નેહમિલન સંમેલનમાં અર્જુનસિંહ પઢિયારનો ભાજપ પ્રેમ છલકાતા અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે. કોંગ્રેસ નેતાએ ભાજપની ચૂંટણી રણનીતિના વખાણ કર્યા હતા. 

કોંગ્રેસના નેતાઓ 59 મહિના ખેસ બાજુ પણ જોતા નથીઃ અર્જુનસિંહ
કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયારે સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપની પ્રશંસા કરી હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયારે  ભાજપની ચૂંટણી રણનીતિના વખાણ કરતાં કહ્યું કે, ભાજપ અગાઉથી તૈયારીઓ કરે છે માટે જીત થાય છે. આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ 59 મહિના ખેસ બાજુ પણ જોતા નથી. 

કોણ છે અર્જુનસિંહ પઢિયાર ? 
કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયાર જિલ્લા પંચાયતની વડુ સીટ પરથી સદસ્ય છે. આ સાથે અર્જુનસિંહ અગાઉ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. આ તરફ કોંગ્રેસના સ્નેહમિલનમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં 59 મહિના ખેસ બાજુ જોતા નથી અને કોંગ્રેસ ચૂંટણીના એક મહિના પહેલા ઘરમાંથી ખેસ ધોઈને પહેરે છે. હાલ તો કોંગ્રેસના જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાનો જ ભાજપની વાહવાહી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ