બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Finally official departure of Monsoon from Gujarat, now dry weather forecast for next 8 days in the state

આગાહી / અંતે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય, હવે રાજ્યમાં આગામી 8 દિવસ સુકા હવામાનની આગાહી

Malay

Last Updated: 08:00 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Departure of Monsoon from Gujarat: ગુજરાતમાંથી આ વર્ષે ચોમાસાએ 8 દિવસ પહેલા લીધી વિદાઈ, રાજ્યમાં આગામી 8 દિવસ સુકા હવામાનની આગાહી.

  • રાજ્યમાંથી ચોમાસાની વિદાઈ 
  • ચોમાસાએ 8 દિવસ પહેલા લીધી વિદાઈ 
  • 8 જૂનને કેરલમાં પ્રવેશ્યું હતું ચોમાસુ 

આગામી નોરતામાં વરસાદ પડવાની આગાહીએ લોકોને અત્યારથી ચિંતાતુર કર્યા છે. નવરાત્રીની રઢિયાળી રાતોની રંગતને વરસાદ બગાડશે તેવી સંભાવનાના પગલે ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે, જોકે આ સંભવિત આગાહી વચ્ચે જો વરસાદની સ્થિતિને જાણીએ તો ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. આ વર્ષે ચોમાસાએ 8 દિવસ પહેલા વિદાય લીધી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 8 દિવસ સુકા હવામાનની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગત 8 જૂને કેરળમાં ચોમાસું પ્રવેશ્યું હતું. 

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat
FILE PHOTO

સમગ્ર રાજ્યમાં ચોમાસાની પૂર્ણાહુતિ
કેરળથી ચોમાસાની એન્ટ્રી થયા બાદ ગુજરાતમાં ચોમાસુ 26 જૂને આવ્યું હતું. જે બાદ તા.25 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ પૂરું થવાની નોર્મલ તા. 5 ઓક્ટોબર છે જે એકંદરે જળવાઈ છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 3 ઓક્ટોબરે રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય બાદ હવે સૌરાષ્ટ્રના કાંઠાળ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદાય જાહેર થવા સાથે સમગ્ર રાજ્યમાં ચોમાસાની પૂર્ણાહુતિ થઈ છે.   

ઓગસ્ટ મહિનો ગયો હતો સાવ કોરોધાકોર
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં જુલાઈ મહિનામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ક્યાક-ક્યાંક મેઘાની મહેરના બદલે કહેર જોવા મળી હતી. જુલાઈ બાદ ઓગસ્ટ મહિનો તો સાવ કોરોધાકોર ગયો હતો. ઓગસ્ટમાં વરસાદ વિલંબમાં મુકાતા ખેડૂતોના કાળજે ધ્રાસ્કો પડ્યો હતો, જોકે ગત સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં મેઘરાજાએ ઓછાવત્તા અંશે બેટિંગ કરીને ખેડૂતોના મૂરઝાતા જતા ઊભા પાકને નવજીવન આપ્યું હતું. 

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat
FILE PHOTO

સિઝનનો નોંધાયો 100 ટકાથી વધુ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂન મહિનામાં રાજ્યમાં 242.96 મિમિ વરસાદ નોંધાયો હતો. જ્યારે જુલાઈમાં 448.73 મિમિટ વરસાદ પડ્યો હતો.. પરંતુ ઓગસ્ટમાં વરસાદે લગભગ વિરામ લીધો હતો. આખા રાજ્યમાંથી ઓગસ્ટ મહિનામાં વરસાદ બ્રેક લેતા તે સમગ્ર મહિનામાં માંડ 25.49 મિમિ વરસાદ પડ્યો હતો. ગત સપ્ટેમ્બર મહિનામાં શરૂઆતના દિવસો બાદથી વરસાદે પાછી હાથતાળી આપી હતી. જેના કારણે સપ્ટેમ્બરમાં વરસાદની સરેરાશ 39.33 મિમિ નોંધાઈ હતી. રાજ્યમાં સિઝનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 

ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ 
ચાલું ઓક્ટોબર મહિનામાં વરસાદ ક્યાંય નજરે પડતો નથી. હવે તો ભાદવાનો આકરો તાપ લોકોને બાળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ગરમીની તીવ્રતા વધી છે. જ્યારે વહેલી સવારે અને મોડી સાંજ બાદ અનેક વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ