બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / filmfare awards 2024 sam bahadur bags 3 technical awards jawan animal 12th fail

Filmfare 2024 / ફિલ્મફેર ઍવોર્ડ્સમાં વિક્કી કૌશલનો દબદબો, શાહરુખ ખાનની જવાનમાં બેસ્ટ VFX: જુઓ વિજેતાઓનું લિસ્ટ

Manisha Jogi

Last Updated: 08:19 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 69માં ફિલ્મફેર પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સિનેમેટોગ્રાફી, પટકથા, કોશ્ચ્યુમ અને એડિટિંગ સહિત અનેક શ્રેણીમાં વિજેતાઓના નામની જાહેરાત કરી છે.

  • ગુજરાતમાં 69માં ફિલ્મફેર પુરસ્કારનું આયોજન
  • ફિલ્મફેર ઍવોર્ડ્સમાં વિક્કી કૌશલનો જલવો
  • એડિટિંગ સહિત અનેક શ્રેણીમાં વિજેતાઓની જાહેરાત

ગુજરાતમાં 69માં ફિલ્મફેર પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. ઈવેન્ટના પહેલા દિવસે ફિલ્મ ‘સૈમ બહાદુર’ની ધૂમ જોવા મળી હતી. ફિલ્મ ‘સૈમ બહાદુર’એ બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન, બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈન અને બેસ્ટ પ્રોડક્શનમાં ઍવોર્ડ જીત્યો છે. ફિલ્મ અભિનેતા અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ 69માં ફિલ્મફેર પુરસ્કાર સમારોહની મેજબાની કરી. આ સમારોહમાં સિનેમેટોગ્રાફી, પટકથા, કોશ્ચ્યુમ અને એડિટિંગ સહિત અનેક શ્રેણીમાં વિજેતાઓના નામની જાહેરાત કરી છે. 

ઍવોર્ડ
ગણેશ આચાર્યને ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ના ગીત ‘વ્હોટ ઝુમકા’ માટે બેસ્ટ કોરિયોગ્રાફી ઍવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મ ‘12વી ફેઈલ’ને બેસ્ટ સંપાદનનો ઍવોર્ડ, શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ને બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ્સ અને બેસ્ટ એક્શનનો ઍવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મ ‘એનિમલ’ને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર અને ફિલ્મ ‘સૈમ બહાદુર’ને બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન માટે ઍવોર્ડ આપવામાં આવ્યો છે. 

ટેકનિકલ ઍવોર્ડ

  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન- ફિલ્મ ‘સૈમ બહાદુર’માટે કુણાલ શર્મા અને ‘એનિમલ’ માટે સિંક સિનેમા
  • બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર- ફિલ્મ ‘એનિમલ’ માટે હર્ષવર્ધન રામેશ્વર 
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - ફિલ્મ ‘સૈમ બહાદુર’ માટે સુબ્રત ચક્રવર્તી અને અમિત રે 
  • બેસ્ટ VFX- ફિલ્મ ‘જવાન’ માટે રેડ ચિલીઝ VFX
  • બેસ્ટ એડિટિંગ- ફિલ્મ ‘12વી ફેઈલ’ માટે જસકુંવર સિંહ કોહલી અને વિધુ વિનોદ ચોપરા 
  • બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઇન- ફિલ્મ ‘સૈમ બહાદુર’ માટે સચિન લવલેકર, દિવ્યા ગંભીર અને નિધિ ગંભીર 
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી– ફિલ્મ ‘થ્રી ઓફ અસ’ માટે અવિનાશ અરુણ ધાવરે 
  • બેસ્ટ કોરિયોગ્રાફી - ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ના ગીત ‘વ્હોટ ઝુમકા’ માટે ગણેશ આચાર્ય
  • બેસ્ટ એક્શન- ફિલ્મ ‘જવાન’ માટે સ્પાઈરો રઝાટોસ, એનેલ અરાસુ, ક્રેગ મેક્રે, યાનિક બેન, કેચા ખમ્ફાકડી અને સુનીલ રોડ્રિગ્સ

વધુ વાંચો: લાડવા, ચંદન, શબરીના બોર..., આ છે અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ, રામાયણ ફેમ લક્ષ્મણે કર્યો video શેર
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ