બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / પેટની ચરબી ઓગાળી દેશે જમવામાં વપરાતા આ દાણા, બસ આ રીતે કરો યોગ્ય સેવન
Last Updated: 04:50 PM, 21 October 2024
સ્થૂળતા આજકાલ ખૂબ જ મોટી સમસ્યા થઈ ગઈ છે. કરોડો લોકો સ્થૂળતા અને બેલી ફેટનો શિકાર છે. જે ઘણી બીમારીઓનું પણ કારણ બની શકે છે. તેને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. લાઈફસ્ટાઈલમાં નાનકડો ફેરફાર તમને ફિટનેસ જર્નીમાં મદદ કરી શકે છે.
ADVERTISEMENT

વજન ઓછુ કરવામાં મદદ
ADVERTISEMENT
મેથીના દાણા વજન ઓછુ કરવા અને બહાર નિકળેલા પેટને અંદર કરવામાં મદદ કરે છે. મેથીના દાણા સોલ્યૂબલ ફાઈબરથી ભરપૂર હોય છે જેના કારણે તેમનું સેવન પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વારંવાર ભૂખ નથી લાગતી.
મેથીના દાણામાં ફાઈબર ઉપરાંત કોપર, રાઈબોફ્લેવિન, વિટામિન એ, બી6, સી, કે, કેલ્શિયમ, આયર્ન અને ફોલિક એસિડ પણ સારા પ્રમાણમાં હોય છે જે શરીરને અંદરથી ફાયદો કરે છે. જાણો તેનું સેવન કેવી રીતે કરશો.
ADVERTISEMENT

મેથી દાણાનું પાણી
ADVERTISEMENT
મેથી દાણાનું સેવન કરવાની સૌથી સારી રીત તમે રાત્રે એક ગ્લાસમા 1થી2 ચમચી મેથીના દાણા નાખો અને આખી રાત પલાળ્યા બાદ સવારે તે પાણીને હલકુ ગરમ કરી ગાળીને પી લો. તમે ઈચ્છો તો મેથીના પલાળેલા દાણા ખાઈ પણ શકો છો અથવા તો તેનો ફેસપેક અથવા તો હેરમાસ્કમાં ઉપયોગ કરી શકો છો.
ADVERTISEMENT
મેટાબોલિઝમ થાય છે સારૂ
મેથીના દાણા પીવાથી મેટાબોલિઝમ ઝડપી થાય છે અને શરીરનું એક્સેસ ફેટ બર્ન થઈ જાય છે. તેનાથી બાળનો ગ્રોથ પણ સારો થાય છે અને વાળ ખરતા ઘટે છે. આ પાણી સ્કિન માટે પણ ચમત્કારથી કમ નથી. તેમાં ઘણા એન્ટી-એજિંગ ગુણ મળી આવે છે.
ADVERTISEMENT

મેથી દાણાની ચા
મેથી દાણાનું પાણુ પીવા ઉપરાંત મેથી દાણાની ચા પણ બનાવવામાં આવે છે. તેના માટે મેથીના દાણાને એક વાસણમાં નાખીને પાણીની સાથે સારી રીતે તેને ઉકાળો. જ્યારે પાણી ઉકળી જાય તો કપમાં ગાળી લો. આ ચા પીવાથી ક્રેવિંગ્સ કંટ્રોલમાં રહે છે અને વારંવાર ખાવાની ઈચ્છા નથી થતી. સવાર સાંજના સમયે મેથીના દાણાની આ ચા પી શકાય છે.

વધુ વાંચો: શરવરી વાઘ, જેની બેડમિન્ટન રમતી તસવીરોએ ચાહકોને ઘાયલ કરી દીધા, જુઓ Photos
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT