બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસમાં દબાવીને ખાવી જોઈએ આ 11 શાકભાજી,એક્સપર્ટની સલાહ

હેલ્થ / ડાયાબિટીસમાં દબાવીને ખાવી જોઈએ આ 11 શાકભાજી,એક્સપર્ટની સલાહ

Nirav Kumar

Last Updated: 12:34 AM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસમાં લાઇફસ્ટાઇલમાં અમુક ફેરફાર સુગરને મેનેજ કરવામાં મદદ મળી શકે છે. જેમાં ફૂડ હેબિટમાં બદલાવ પણ લાભ કરાવે છે. જેમાં નીચે મુજબની શાકભાજી સુગરને કંટ્રોલ કરે છે.

ડાયાબિટીસમાં આપણા શરીરમાં ઇન્સ્યુલિન નામના હોર્મોનના સંતુલનમાં વિક્ષેપ થાય છે. જ્યારે આપણે ખાઈએ છી ત્યારે આપણું શરીર તેને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે જે ઊર્જા પૂરી પાડે છે. જેમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે જે આ સુગરને શરીરના કોષોમાં પરિવહન કરે છે. જ્યારે આ સિસ્ટમ ખરાબ થાય છે ત્યારે લોહીમાં સુગરનું સ્તર વધે છે જે ડાયાબિટીસ તરફ દોરી જાય છે. એવામાં ડાયાબિટીસને કંટ્રોલ કરવા નીચે મુજબની 11 શાકભાજી ખાવી જોઈએ.

કારેલા - તે શરીરને ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે અને ડાયાબિટીસ માટે સૌથી વધુ રિસર્ચ કરાયેલ શાકભાજીમાંની એક છે.

ઘિલોડી- આ શાકભાજી ઉપવાસ દરમિયાન અને ભોજન બાદ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં કમ્પાઉન્ડ અને એન્ઝાઇમ્સ હોય છે જે શરીરમાં ગ્લુકોઝ મેટાબોલિઝ્મને સુધારે છે. આ બ્લડ સુગરના સ્તરમાં અચાનક સ્પાઇક્સને અટકાવે છે.

ગવારફળી - ગવારફળી ગમ હોય છે એક સોલ્યુબલ ફાઇબર જે બ્લડ સુગરના સ્તરમાં અચાનક સ્પાઇક્સને ધીમું કરવામાં મદદ કરે છે.

vtv hiring 2

સરગવો — સરગવો ડાયાબિટીસના દર્દીઓ માટે સુપરફૂડ તરીકે કામ કરે છે. આ શાકભાજી સ્ટાર્ચને ગ્લુકોઝમાં રૂપાંતરિત થવામાં ધીમી કરવામાં મદદ કરે છે.

કંકોડા — કંકોડા ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ અને શક્તિશાળી શાકભાજી છે. આ ચોમાસાની શાકભાજીને આયુર્વેદમાં ઔષધિ માનવામાં આવે છે.

પરવળ — પરવળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સલામત અને ફાયદાકારક શાકભાજી છે. તે પચવામાં હલકી હોય છે અને આયુર્વેદમાં ઘણી બીમારીઓ માટે એક ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે. તે શરીરને ગ્લુકોઝનું વધુ અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરે છે.

તુરિયા— તુરિયા ડાયાબિટીસના દર્દીઓ માટે બીજી એક અમૃત જેવી શાકભાજી છે. તે ગ્લુકોઝનું વધુ સારી રીતે સંચાલન અને ઉપયોગમાં મદદ કરે છે.

પડવળ — પડવળમાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે ડાયાબિટીસ સાથે સંકળાયેલ ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

કાચા પપૈયા — કાચા પપૈયામાં ખૂબ જ ઓછો GI હોય છે, તેથી તે ગ્લુકોઝના સ્તરને ઝડપથી વધતા અટકાવે છે.

દૂધી— દૂધીમાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને ગ્લાયકેમિક લોડ હોય છે.

ભીંડા — તેમાં રહેલું સોલ્યુબલ ફાઇબર સુગરના શોષણને ધીમું કરવામાં મદદ કરે છે.

વધુ વાંચો : સ્નાયુઓ બની જશે મજબૂત, પ્રોટીનથી ભરપૂર આ 5 નાસ્તાને ભોજનમાં આપો સ્થાન

એક્સપર્ટ અનુસાર, કોઈ પણ શાકભાજી ડાયાબિટીસ મટાડી શકતી નથી પરંતુ આ શાકભાજીનો નિયમિત રીતે તમારા આહારમાં સમાવેશ કરવાથી બ્લડ સુગરનું વધુ સારી રીતે મેનેજ કરવામાં મદદ મળી શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vegetables Diabetes Food Habits
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ