બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે આ 5 ફેંગશુઇ ટિપ્સ, ધ્યાન રાખશો તો બની રહેશે સુખ-સમૃદ્ધિ
Last Updated: 10:31 AM, 26 February 2026
વાસ્તુ શાસ્ત્રમાં દરેક ઘરની વસ્તુ માટે યોગ્ય દિશા, સ્થાન અને ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે ઘરમાં સકારાત્મકતા જાળવવામાં મદદ કરે છે. તેવી જ રીતે, ફેંગશુઈની કેટલીક ટિપ્સ છે જેનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જાળવી શકાય છે. જો તમે તમારા ઘરમાં વારંવાર સમસ્યાઓ અને અવરોધોનો અનુભવ કરી રહ્યા છો, તો તમે તેને દૂર કરવા માટે ફેંગશુઈ ટિપ્સ અજમાવી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને આસપાસના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક હોય છે. આનાથી ઘરમાં ખુશીનો માહોલ રહે છે અને સમૃદ્ધિ વધે છે. તો આવો, તમારા ઘર માટે આ 5 ફેંગશુઈ ટિપ્સ કરીએ...
ADVERTISEMENT
ઘરથી બહાર કાઢો આ જૂના સામાન
જો તમારી પાસે જૂના કપડાં રાખો છો જે તમે હવે પહેરતા નથી, તો તમારે તેને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. ઘરમાં જૂની કે બગડેલી ઘડિયાળો રાખવી પણ અશુભ માનવામાં આવે છે.ફેંગશુઈ અનુસાર, જૂના તાળા, જૂતા વગેરે ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. આ વસ્તુઓ લાંબા સમય સુધી ઘરમાં રાખવાથી સૌભાગ્યનો નાશ થઈ શકે છે.
ADVERTISEMENT
ટોયલેટથી જોડાયેલી વાતોનું રાખો ધ્યાન
ફેંગશુઈ અનુસાર, તમારા ઘરમાં ટોયલેટની વાત આવે ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેનો દરવાજો ક્યારેય ખુલ્લો ન રાખવો જોઈએ. ઉપરાંત, ખાતરી કરો કે ટોયલેટમાં એક સ્કાયલાઇટ હોય જે બહારની તરફ ખુલે છે. આ જગ્યાએ કાચ અથવા ચીનઇ માટીની વાટકીમાં આખુ મીઠું રાખવુ જોઈએ. તેને સમયાંતરે બદલવાનું યાદ રાખો. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાતી અટકશે.
ADVERTISEMENT
તૂટેલા અરીસાનો ભૂલથી પણ ઉપયોગમાં ના કરો
જો તમારા ઘરમાં તૂટેલો અરીસો હોય, તો તેને તાત્કાલિક કાઢી નાખો. એવું માનવામાં આવે છે કે તૂટેલા અરીસામાં જોવું શુભ નથી. સાથે આ પ્રકારનો અરીસો ઘરમાં ન રાખવો જોઈએ. ઉપરાંત, ધ્યાનમાં રાખો કે ઘરમાં કચરો ન રાખવો જોઈએ. આમ કરવાથી ઘરની આસપાસ નકારાત્મક ઉર્જા વધે છે, જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
માથા પાસે કે આસપાસ સામાન ના રાખો
ફેંગશુઈ અનુસાર, રાત્રે ક્યારેય પણ ઓશીકું, હેડબોર્ડ કે પલંગ નીચે કોઈ પણ વસ્તુ રાખીને સૂવું જોઈએ નહીં. માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિની ઊંઘ અને એકાગ્રતા પર નકારાત્મક અસર પડે છે. સાથે જ તમારા પલંગ પાસે ઘડિયાળ, ફોન અથવા દવા રાખીને સૂવાનું ટાળો. આમ કરવાથી તમારા નસીબ અને જીવન પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જોઇ લેજો, આમાં તમારી તો રાશિ નથી ને! બુધની ઉલ્ટી ચાલ જીવનમાં લાવશે તબાહી
નળથી જોડાયેલી આ વાતનું ધ્યાન રાખો
ADVERTISEMENT
જો તમારા ઘરમાં કોઈ નળ ટપકતો હોય, તો તેને તાત્કાલિક રીપેર કરાવવો જોઈએ. માનવામાં આવે છે કે સતત ટપકતો નળ શુભ નથી, અને ફેંગશુઈમાં પાણીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તેનાથી ધનની ખોટ થઈ શકે છે. આ ફેંગશુઈ ટિપ્સનું પાલન કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર રહે છે અને સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.