બ્રેકિંગ ન્યુઝ
VTV / father of the indian constitution dr ambedkar wanted to burn it
Last Updated: 02:00 PM, 26 January 2020
ADVERTISEMENT
26 નવેમ્બરે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો
ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. આજે CAA, NRC અને NPR જેવા મુદ્દા વિવાદમાં છે. વળી આજે આપણે 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યાં છીએ. ત્યારે બાબા સાહેબ આંબેડકરની તે સમયે કરેલી વાતને સમજવી ખૂબ જરુરી છે. ભારત સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. 26 નવેમ્બરે 1949માં તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ પણ છે કે આ દિવસે અશોક સ્તંભને રાષ્ટ્રીય પ્રતિક ચિન્હ તરીકે અપનાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
રાજ્યસભામાં બાબાસાહેબે આ ચર્ચામાં કરી હતી
ADVERTISEMENT
જો કે 2 સપ્ટેમ્બર 1953નાં રોજ રાજ્યસભામાં દેશનાં રાજ્યપાલ કેવી રીતે વધારે સત્તાઓ આપી શકાય તે અંગે ચર્ચા થઈ રહી હતી, ત્યારે બાબાસાહેબે કહ્યું હતું કે, મારી રજૂઆત એ છે કે જો આપણા બંધારણમાં સુધારો કરવામાં આવે તો લોકશાહી અને બંધારણને કોઈ નુકશાન ન થવું જોઈ.
ADVERTISEMENT
બાબા સાહેબે કહ્યું આ બંધારણ કોઈનાં માટે અનુકૂળ નથી
આ નાના સમુદાય અને નાના લોકો જેમને ડર છે કે બહુમતી તેમની સાથે ખોટું કરશે. જે બ્રિટિશ સંસદ કરે છે. સાહેબ મારા મિત્રો મને કહે છે કે મે બંધારણ બનાવ્યું છે. પણ હું એ કહેવા માટે તૈયાર છું કે હું આને બાળી નાંખનાર પહેલો વ્યક્તિ હોઈશ. મને નથી જોઈતું. આ કોઈના માટે અનુકૂળ નથી. પરંતુ જે કંઈ પણ હોય, જો આપણે આને આગળ વધારવું હોય તો તે ભૂલવું ન જોઈએ કે અહીં બહુમતી અને લઘુમતી એમ બન્ને છે. અને લઘુમતીને એમ અવગણી ન શકો. ‘ઓહ નો. તેમને સ્વીકારવા લોકશાહી માટે હાનિકારક છે. ’ હું કહું છું કે લઘુમતીઓને કોઈપણ જાતની નુકશાન પહોંચાડવું સૌથી મોટું નુકશાન હશે.
ADVERTISEMENT

ન્યૂ યોર્કના આ પ્રોફેસરે પણ બાબા સાહેબની આ વાતનો ઉલ્લેખ કર્યો
ADVERTISEMENT
બાબા સાહેબ આંબેડકરની આ નારાજગી વિશે ન્યૂ યોર્કની સ્ટેટ યુનિવર્સિટીનાં પરચેઝ કોલેજના અર્થશાસ્ત્રના સહાયક પ્રોફેસર શ્રુતિ રાજગોપાલાને 1950-78 દરમિયાનનાં ભારતનાં બંધારણનાં સુધારા માટે હિસ્ટોરીકલ, ઔતિહાસિક, વૈચારિક અને આર્થિક સંદર્ભ પર વાત કરતા સમયે આ સંદર્ભ ટાંક્યો હતો.
બંધારણ વિશેની રસપ્રદ વાતો
બંધારણમાં શરૂઆતમાં 395 અનુચ્છેદ, 8 અનુસૂચિ અને 22 ભાગ હતા. ત્યાર બાદ 104 સંશોધન થયા. 284 સભ્યની ટીમે ડો.બાબાસાહેબ આંબેડકરનાં નેતૃત્વમાં બંધારણ તૈયાર કર્યું. જેમાં 15 મહિલાઓ પણ સામેલ હતી. બંધારણની નકલ હાથેથી લખાયેલી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિટીશ, ફ્રેંચ, યુએસએસઆર, જર્મની, જાપાન, યુએસએ જેવા દેશોના બંધારણમાંથી અમુક બાબતો લેવામાં આવી છે. આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. બંધારણ અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં લખાયું છે. જો કે એવું મનાય છે કે વાસ્તવિક બંધારણ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ લખ્યું હતું. બંન્ને ઉપર સંસદ સભ્યોએ 24 જાન્યુઆરી 1950ના રોજ સહી કરી હતી. 26 જાન્યુઆરી 1950માં તેને અમલમાં મુકવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.