બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Farmers rejoice! Rain lashing these districts from today, OBC reservation amendment bill passed in assembly, Team India lost before final

2 મિનિટ 12 ખબર / ખેડૂતો આનંદો.! આજથી આ જિલ્લાઓમાં વરસાદની ધડબડાટી, OBC અનામત સુધારા બિલ વિધાનસભામાં પાસ, ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા હારી

Dinesh

Last Updated: 07:18 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણા રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે. આજે અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન નિેષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે ડાંગમાં પણ વરસાદની  વરસ્યો જિલ્લાના સાપુતારા અને વધઇમાં વરસાદ શરુ થયો હતો. ખેતીવાડી કરતા ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસામાં ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા સહેલાણીઓ માટે પણ આનંદના સમચાર છે. જૂનાગઢમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બે મહિનાનાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્ર થતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. વરસાદને કારણે બિલખા રોડ પર આવેલા ડુંગરપર અને ખાડિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

Heavy rains in these districts of Saurashtra and South Gujarat

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણા રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે. આજે અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન નિેષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ત્યારે અમદાવાદ સહિત વડોદરા, પંચમહાલ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગરનાં અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનાં લીધે નર્મદાનાં જળસ્તરમાં પણ વધારો થશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદ ની શકયતા જોવા મળી રહી છે. તે જ રીતે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. વધુમાં અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.

Ambalal forecast: Porbandar, Dwarka, Ahmedabad and other areas will receive heavy rain, water level of Narmada will rise

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં પથ્થરમારો થયો હતો. શ્રાવણ મહિનાની અમાસને લઇને ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી, જે શિવજીની સવારી દરમિયાન પથ્થરમારો થયો હતો. અત્રે જણાવીએ કે, બે જૂથના લોકો આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યો હતો. જે ઘટનાને પગલે ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ તેમજ જિલ્લાની એલસીબી, એસઓજી  સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ખેડા એસપી રાજેશ ગઢીયા, ડી વાય એસ પી ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાના તાગ મેળવ્યા હતા.અસમાજિક તત્વો દ્વારા વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્રે જણાવી દઈએ કે, શિવજીની સવારી નીકળવાની હોય છે તેનું પહેલાથી જ આયોજન હોય છે ત્યારે આ અસમાજિક તત્વોને પણ તેની જાણ હશે જેને લઈ તેમણે પણ પૂર્વ આયોજન કર્યું હોઈ પથ્થરમારો કર્યો હતો. જો કે, અજંપાભરી પરિસ્થિતિ સર્જાઈ હતી.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર રાજ્યના ઓ.બી.સી./એસ.ટી. અને એસ.સી.વર્ગોના હિતો માટે હંમેશાથી સંવેદનશીલ છે. રાજ્યમાં શહેરી ઉપરાંત ગ્રામ્ય સ્તરે સર્વસમાવેશક વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકારે હંમેશા પ્રયાસો હાથ ધર્યા છે. સમાજના દરેક વર્ગને વિકાસની મુખ્યધારામાં જોડીને રાજ્યનો વિકાસ હાથ ધરાયો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો તેમજ ચેરપર્સનની બેઠકોમાં અનામત ફાળવણી માટે સુપ્રિમ કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર જસ્ટીસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કર્યો હતો. જે અહેવાલના આધારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના મંત્રી  ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023 રજૂ કરાયું હતું.જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

Paving way for 27% OBC reservation, Gujarat Local Bodies Amendment Bill 2023 passed in Gujarat Assembly

 આ વખતે વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. જેથી સિંગતેલનાં ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે.  આજે ફરી સીંગતેલનાં ડબ્બામાં ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો સૌરાષ્ટ્રમાં લાગુ કરવામાં આવ્યો છે. તેમજ મગફળીનાં ભાવ ઊંચા બોલાતા સીંગતેલનાં ભાવમાં વધારો થયો હતો. સીંગતેલે ડબ્બે 3000 થી 3100 ને પાર થયો હતો.આ બાબતે સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિયેશનનાં કિશોરભાઈ વિરડીયાએ જણાવ્યું હતું કે, આખો ઓગસ્ટ મહિનો વરસાદ પડ્યો નથી. અને મગફળી પાકને આપણે જે રામમોલ તરીકે વાવેતર કરીએ છીએ. જ્યાં પાણી ન પહોંચતું હોય ત્યાં આપણે મગફળી વધારે પડતી વાવીએ છીએ.

Record-breaking price of Sesame oil: 30 times higher, the barrel reaches 3100, the reasons for the price increase have also...

Gujarat University : ગુજરાત યુનિવર્સિટીના ખાનગી કોર્સના સર્ટિફિકેટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગામી દિવસોએ હવે ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી કોર્સમાં સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિફિકેટ ઈશ્યુ કરાશે. આ સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિફિકેટ રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી ઈશ્યુ કરાશે. નોંધનીય છે કે, કેટલાક કોર્સમાં નોલેજ પાર્ટનર એજન્સી દ્વારા બારોબાર સર્ટિફિકેટ ઈશ્યુ થતાં હોવાનું ધ્યાને આવતા આ નિર્ણય લેવાયો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેવામા આવ્યો છે. વિગતો મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં 47 જેટલા હાયર પેમેન્ટ અને સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચાલે છે. જોકે કેટલાક  કોર્સમાં નોલેજ પાર્ટનર એજન્સી દ્વારા બારોબાર સર્ટી ઇશ્યું થયા હતા. જે વાત ગુજરાત યુનિવર્સિટીને ધ્યાને આવતા હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Henceforth there will be no repeated certificate issue in private courses of Gujarat University

PM Modi Birthday 2023 : PM મોદીના જન્મદિવસને લઈ અનેક જગ્યાએ અલગ-અલગ રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન હવે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરાશે. જેમાં ખાસ કરીને 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરાશે. આ સેવા પખવાડિયાનું આયોજન આયોજન પ્રદેશ ભાજપ દ્વારા કરાશે. જે અનુસંધાને રાજ્યભરમાં પોષણ અભિયાન અને રક્તદાનના કાર્યક્રમ યોજાશે. 

BJP will celebrate PM Modi's birthday as 'Seva Pakhwadia'

સાળંગપુર ભીત ચિત્રોનો વિવાદ માંડ માંડ થાળે પડ્યા બાદ ફરી એકવાર વિવાદીત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જોકે ખોડિયાર માતાજીનું અપમાન કરનાર સ્વામિનારાયણ સાધુએ અંતે માફી માંગી હોવાનું સામે આવ્યું છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કર્યા બાદ હવે ભારે વિરોધ વચ્ચે માફી માંગી છે. તેમણે કહ્યું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો.

ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L-1 અવકાશયાને સફળતા નજીક વધુ એક ડગલું ભરી લીધું છે. આદિત્ય L-1એ પૃથ્વીની ચોથી ચક્કર લગાવામાં સફળતા મેળવી સૂર્ય નજીક ડગ માંડયા છે. આ મામલે 'ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન' (ISRO) દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે.આદિત્ય એલ-1 ને સૂર્યના અભ્યાસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યું છે અને આ આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઇન્ટ છે.પોઇન્ટ અર્થ એવો છે કે અહીંથી સૂર્ય અવરોધ વિના દેખાઈ શકે છે. ત્યારે લેગ્રેન્જ પોઈન્ટ 1 અવકાશયાન પર મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 પૃથ્વીથી લેગ્રેન્જ પોઈન્ટ 1નું અંતર 15 લાખ કિલોમીટર છે, જ્યારે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિલોમીટર છે.

G20 સમ્મેલનની ઐતિહાસિક સફળતા બાદ ગ્લોબલ સ્તર પર પ્રધાનમંત્રી મોદીનું વર્ચસ્વ અકબંધ છે. ગ્લોબલ અપ્રૂવલ રેટિંગનાં મામલામાં PM મોદી લાંબા સમયથી દુનિયાનાં નંબર 1 નેતા બનેલા છે. 76% અપ્રૂવલ રેટિંગની સાથે PM મોદી પ્રથમ સ્થાન પર છે. અમેરિકા સ્થિત કંસલ્ટિંગ ફર્મ 'મૉર્નિંગ કંસલ્ટ'નાં સર્વે અનુસાર આ ડેટા 6-12 સપ્ટેમ્બર 2023 સુધીનો છે. માહિતી અનુસાર આ અપ્રૂવલ રેટિંગ પ્રત્યેક દેશમાં એડલ્ટ લોકોનાં વોટ પર આધારિત છે.આ રેટિંગમાં 100% લોકોમાંથી 5% લોકોએ PM મોદી વિશે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. તો 18% લોકોએ PM મોદીને ડિસઅપ્રૂવ એટલે કે નામંજૂર કર્યાં છે. કુલ 76% લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી બન્યાં છે. આ સિવાય 64%ની વોટિંગ સાથે સ્વિસ રાષ્ટ્રપતિ એલન બર્સેટ દ્વિતીય સ્થાન પર આવે છે. તૃતીય સ્થાન પર મેક્સિકોનાં રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુએલ લોપેઝ ઓબ્રેડોર છે. તેમની રેટિંગ 61% હતી.

PM Modi again became the most favorite leader of the world with 76 percent of global rating

Baba Bageshwar In Ambaji : બાબા બાગેશ્વર ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજી ખાતે આવવાના છે. વિગતો મુજબ અંબાજીમાં ત્રણ દિવસીય બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજે બાબા બાગેશ્વરના PA અંબાજી પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે વર્ષે દહાડે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. જોકે હવે યાત્રાધામ અંબાજી ખાતે બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજવાનો છે. વિગતો મુજબ નવરાત્રીના પહેલા 3 દિવસમાં બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. મહત્વનું છે કે, આ કથા અને દિવ્ય દરબારનું આયોજન પ્રવીણ કોટક કરી રહ્યાં છે. 

Dhirendra Shastri's Darbar will be held again in Gujarat: know where and when?

એશિયા કપ 2023ની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-4ની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ  સામે 6 રને હારનો સામનો કરવો પડ્યો હતો. શુભમન ગિલની જોરદાર સદી પણ ટીમ ઈન્ડિયાને આ હારમાંથી બચાવી શકી નથી. બદલાવ સાથે મેચમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની બેટિંગ આ મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહી અને બાંગ્લાદેશે આપેલા 266 રનના ટાર્ગેટના જવાબમાં 259 રન જ બનાવી શકી. એશિયા કપમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલ બાંગ્લાદેશે આ મેચ માટે પોતાના કેટલાક મહત્વના ખેલાડીઓને આરામ આપ્યો છે, જ્યારે ફાઇનલમાં પહોંચેલી ટીમ ઈન્ડિયામાં પણ 5 ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી હતી, જ્યારે યુવા બેટ્સમેન તિલક વર્માએ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ તનઝીમ હસન સાકિબે પણ બાંગ્લાદેશ તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેમાંથી, 20 વર્ષીય બાંગ્લાદેશી બોલરે સૌથી વધુ પ્રભાવ પાડ્યો હતો. તેણે પહેલા બેટથી અને પછી બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

India's first loss in Asia Cup; Bangladesh lose by six runs, Shubman Gill's century goes for naught

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ