બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Farmers of Gujarat will get huge benefits, know what PM Modi said on the occasion of inauguration of Saber Dairy

ખેતી / ખેડૂત ઉત્પાદક સંઘો બન્યા બાદ ગુજરાતના ખેડૂતોને મળશે 3 મોટા લાભ, જાણો સાબરકાંઠામાં PM મોદીએ શું કહ્યું

Hiralal

Last Updated: 03:23 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબર ડેરીના 3 પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ એવું કહ્યું કે દેશમાં 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચનાનું કામ ધમધોકાર ચાલુ છે.

  • દેશમાં 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચનાનું કામ ધમધોકાર ચાલુ
  • નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિંક્ડ એક્સપોર્ટ સાથે જોડાઈ શકશે
  • ખેડૂતો સપ્યાલ ચેઈન સાથે પણ જોડાઈ શકશે 
  • ગુજરાતના ખેડૂતોને મળશે મોટો લાભ 
  • પીએમ મોદીએ સાબર ડેરીના લોકાર્પણ પ્રસંગે કહ્યું 

સાબર ડેરીના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ ખેડૂતો માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશનની (ખેડૂત ઉત્પાદક સંગઠનો) રચનાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આનાથી નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિંક્ડ એક્સપોર્ટ અને સપ્લાય ચેઈન સાથે જોડાઈ શકશે. મોદીએ કહ્યું કે આને કારણે ગુજરાતના ખેડૂતોને ઘણો લાભ થશે.

જાણો શું છે ખેડૂત ઉત્પાદક સંગઠનો
સરકારે 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના કરવાની જાહેરાત કરી છે. ખેડૂત ઉત્પાદક સંગઠનોના દરેક સભ્યને 2 હજારની રકમ આપવામાં આવશે. તે ઉપરાંત દરેક ખેડૂત ઉત્પાદક સંગઠનને 2 કરોડની લોન પણ મળશે. 

ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં ડેરી ક્ષેત્રનો મોટો ફાળો
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં ડેરી ક્ષેત્રનો મોટો ફાળો રહ્યો છે અને સાબર ડેરીમાં ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સના લોકાર્પણ દ્વારા સરકાર ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ટેકો આપવા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મદદ કરી શકશે. તેઓ ગુજરાતમાં સાબર ડેરી ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલોના ઉદઘાટન બાદ સંબોધન કરી રહ્યા હતા.પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકારે ખેડૂતોની આવક વધારવા માટે સમર્પિત રીતે કામ કર્યું છે. કૃષિથી પશુપાલન સુધી, અમે નાનામાં નાના ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોયો છે. 

આજે દેશમાં 400 કરોડ લીટર ઈથેનોલનું મિશ્રણ 
પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં પેટ્રોલમાં 40 કરોડ લિટરથી પણ ઓછા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવતું હતું આજે તે વધીને 
400 કરોડ લીટર સુધી પહોંચી રહ્યું છે. 

3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ 
અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં વિશેષ અભિયાન ચલાવીને 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને મદદ કરવા અને કૃષિને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં, સરકારે છેલ્લા 2 વર્ષમાં એક વિશેષ અભિયાન ચલાવીને 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર આવું બોલ્યાં પીએમ મોદી 
કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વાનની પહેલ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, "પ્લાસ્ટિક આપણા પશુઓ માટે દુશ્મન બની ગયું છે. અગાઉ પ્રાણીઓના પેટમાંથી 15-20 કિલો પ્લાસ્ટિક નીકળતું હતું, જ્યારે તેઓ મૃત્યુ પામતા હતા. આ એક કારણ છે કે અમે ભારતમાંથી પ્લાસ્ટિકના ઉપયોગને નાબૂદ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, રેલવે લાઈન પહોળી કરવાની વાત હોય કે હાઈવેનો વિકાસ હોય, સરકારે સાબરકાંઠામાં કનેક્ટિવિટી માટે અસાધારણ માળખું ઊભું કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર આદિવાસીઓની સંસ્કૃતિ અને યોગદાનને મોખરે લાવવા અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉજવણી કરવા પર કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે સરકારે 15 નવેમ્બર, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો પણ નિર્ણય કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ