બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Farhan Akhtar announced the movie 'Don 3' by sharing a motion poster, users said 'If not Shah Rukh, then Don too.'

મનોરંજન / ફરહાન અખ્તરે મોશન પોસ્ટર શેર કરતાં ફિલ્મ 'ડોન 3' ની કરી જાહેરાત, યુઝર્સે કહ્યું 'શાહરુખ નહીં તો ડોન પણ નહીં'

Megha

Last Updated: 12:39 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Don 3 Announcement: ફરહાન અખ્તરે નવી ફિલ્મની જાહેરાત કરી છે. મોશન પોસ્ટરમાં '3' દેખાય છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ફિલ્મ 'ડોન'નું થીમ સોંગ સંભળાય છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે  'નવા યુગની શરૂઆત'

  • ફરહાન અખ્તરે મોશન પોસ્ટર શેર કરીને  નવી ફિલ્મની જાહેરાત કરી
  • મોશન પોસ્ટરમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ફિલ્મ 'ડોન'નું થીમ સોંગ 
  • ફિલ્મમાં શાહરૂખની ગેરહાજરીથી નિરાશ થયા છે ફેન્સ 

Farhan Akhtar has officially announced Don 3: જે ફિલ્મોમાં સિક્વલની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેમાંથી એક છે ડોન 3. સોશિયલ મીડિયા પર ચાહકો આ ફિલ્મ બનાવવાની માંગ કરી રહ્યા હતા.એટલું જ નહીં, ફરહાન અખ્તરની દરેક પોસ્ટ પર ફેન્સ કોમેન્ટમાં 'ડોન 3' વિશે લખતા રહે છે. એવામાં આજે ફરહાન અખ્તરે મોશન પોસ્ટર શેર કરીને નવી ફિલ્મની જાહેરાત કરી છે. 

બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ફિલ્મ 'ડોન'નું થીમ સોંગ 
જો કે તેને ફિલ્મનું નામ, કાસ્ટ કંઈપણ જણાવ્યું નથી.આ પોસ્ટ બાદ યુઝર્સ ઉત્સાહિત થઈ ગયા છે. મોશન પોસ્ટર સાથે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાય છે તે શાહરૂખ સ્ટારર ફિલ્મ 'ડોન'નું થીમ સોંગ છે. ફરહાને કોઈ કેપ્શન લખ્યું નથી. મોશન પોસ્ટરમાં '3' દેખાય છે. આ સાથે નીચે લખ્યું છે કે, 'નવા યુગની શરૂઆત.'રિપોર્ટ અનુસાર, 'ડોન 3'માં શાહરૂખ ખાન નહીં પરંતુ રણવીર સિંહ હશે. 

શાહરૂખની ગેરહાજરીથી નિરાશ થયા છે ફેન્સ 
આ કારણે શાહરૂખના ચાહકો ચોક્કસપણે નિરાશ થયા છે. કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું, 'સસ્પેન્સ બનાવવા માટે ડોન 3 લખવાનું ભૂલી ગયા.' અન્ય એક યુઝરે કહ્યું, 'પહેલા લોકોને શાહરૂખ ખાન સાથે સમસ્યા હતી.શાહરૂખ ના હોય તો પણ સમસ્યા છે. જો તમારે જોવું હોય તો સૂર્યવંશમ ઘરે બેઠા મફતમાં જુઓ. બીજાએ કહ્યું, 'કોઈ આ ટ્યુન કેવી રીતે ભૂલી શકે.શાહરુખ સિવાય બીજું કોઈ ડોન ન હોઈ શકે.'

ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે?
એક અહેવાલમાં જણાવ્યું છે કે 'ગદર 2'ની સ્ક્રીનિંગ સાથે ટીઝર રિલીઝ કરવામાં આવશે.'ડોન 3'નું ટીઝર આ અઠવાડિયે જ આવશે. ડોન તરીકે રણવીર સિંહને લઈને ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની 'બૈજુ બાવરા' પૂરી કરશે ત્યારબાદ 'ડોન 3' ફ્લોર પર જશે. ફરહાન અખ્તર ફિલ્મના નિર્દેશક હશે અને ફિલ્મને 2025માં રિલીઝ કરવાનું આયોજન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ