બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Facility to run planes in Science City Ahmedabad

સુવિધા / "શું વાત છે.! તમે હવે જાતે જ પ્લેન ચલાવી શકશો, અમદાવાદના સાયન્સ સીટીમાં ઉભી કરાઇ ખાસ વ્યવસ્થા, અનુભવ એક નંબર

Kishor

Last Updated: 12:10 AM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગરિક ઉડ્ડયનમંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા દ્વારા ગાંધીનગર ખાતે સિમ્યૂટર કમ એક્સિબિશન બસનું લોકાર્પણ કરાયું હતું

  • અમદાવાદ સાયન્સ સિટીમાં સિમ્યૂટર કમ એક્સિબિશન બસ
  • વર્ચ્યૂયલી રીતે ચલાવી શકાશે વિમાન
  • વિદ્યાર્થીઓ માટે થશે ફાયદારૂપ

અમદાવાદના સાયન્સ સીટી ખાતે પ્લેનનો અનુભવ કરાવવા સિમ્યુલેટર સાથે સજ્જ બસ મૂકવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એવિએશન તરફ વધવા માંગતા હોય તેઓના માટે આ ખુબજ સુંદર મોડ્યુલર પ્રેક્ટિકલ પુરુ પાડી રહ્યું છે. લગભગ 1.43 કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ એવિએશન વિભાગે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ તૈયાર કરી છે. 

Image

વિદ્યાર્થીઓને માટે પણ આ મદદરૂપ નીવડશે

આ સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસએ કોકપિટમાં બેસવાનો અનુભવ આપે છે. નાગરિક ઉડ્ડયનમંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા દ્વારા ગાંધીનગર ખાતે આ બસનું લોકાર્પણ કરાયું હતું. મહત્વનું છે કે પ્લેનનો અનુભવ કરાવવા સિમ્યુલેટર સાથે સજ્જ કરાયેલી બસમાં સાયન્સ સીટી ખાતે જતા મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. તેમજ સિવિલ એવિએશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓને માટે પણ આ મદદરૂપ નીવડશે.

વિઝ્યુઅલ સાથે જાત અનુભવ કરાવતું સેમ્યુલેટર સિસ્ટમ

 

ગુજરાત રાજ્યના બાળકો એવીએશનમાં આગળ વધે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કોકપીટની સુવિધાથી સજ્જ એક બસ તૈયાર કરવામાં આવી છે.જેમાં પાયલોટ કેવી રીતે પ્લેનનું સંચાલન કરે છે તેની માહિતી આપવા માટે બસમાં બે પાયલોટની બેઠક વ્યવસ્થા સાથે ઓડિયો વિઝ્યુઅલ સાથે જાત અનુભવ કરાવતું સેમ્યુલેટર સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ