બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Facebook-Instagram are going to charge for blue tick and verification

આ જ બાકી હતું / Facebook-Instagram પર એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે લાગશે ચાર્જ, ભારતીયોએ ચૂકવવી પડશે આટલી કિંમત

Vaidehi

Last Updated: 04:24 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોન મસ્ક બાદ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક માટે ચાર્જ લગાડવાનો નિર્ણય કર્યો છે. જાણો કેટલી કિંમત ચૂકવવી પડશે ?

  • ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક માટે ચાર્જ
  • ટ્વિટર બાદ હવે આ પ્લેટફોર્મ પણ વસૂલશે કિંમત
  • મોબાઈલ ડિવાઈઝ અને વેબ માટે અલગ ચાર્જ

એલોન મસ્કે ટ્વિટર પર બ્લૂ ટિકનાં વેરિફિકેશન માટે કિંમત ચાર્જ કરી હતી. હવે સોશિયલ મીડિયા કંપની મેટાએ પણ પોતાના પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઈનસ્ટાગ્રામ પર બ્લૂ ટિક માટે ચાર્જ કરવાનો નિર્ણય કર્યો છે. મેટાએ હાલમાં જ અમેરિકામાં મેટા એકાઉન્ટ્સ એટલે કે Facebook અને Instagram એકાઉન્ટને બ્લૂ ટિકની સાથે વેરિફાઈ કરાવવા માટે પ્રતિ માહ 14.99 ડોલરનો ચાર્જ નક્કી કર્યો હતો. હવે તેમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યાં છે.

આ પ્લેટફોર્મ્સ પણ વસૂલશે ચાર્જ
રિપોર્ટ અનુસાર મેટાનાં પ્લેટફોર્મ્સ પર વેરિફિકેશન માટે મોબાઈલ ડિવાઈઝિઝ પર 1450 રૂપિયા પ્રતિ માસ અને વેબ બ્રાઉસરથી સબ્સ્ક્રાઈબ કરવા પર 1009 રૂપિયા પ્રતિ માસ આપવા પડશે. ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન દરમિયાન મેટા વેરિફાઈડની મદદથી તમારા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ બ્લૂ ચેકમાર્ક જોડાઈ જશે. હાલનાં સમયમાં મેટા વેરિફાઈડ બીટા ફેઝમાં ઉપલબ્ધ છે અને યૂઝર્સને પોતાના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને વેરિફાઈ કરાવવા માટે વેઈટિંગ લિસ્ટને જોઈન કરવું પડે છે.

અન્ય સુવિધાઓનો મળશે લાભ
પ્રોફાઈલ પર બ્લૂ ટિક માર્ક જોડાવા સિવાય, મેટા વેરિફઆઈડ એકાઉન્ટ્સમાં અનેક અન્ય ફિચર્સ અને સુવિધાઓ પણ મળશે. તેમાં પ્રોએક્ટિવ પ્રોટેક્શન, ડાયરેક્ટ કસ્ટમર સપોર્ટ, વધુ રીચ અને એક્સલૂસિવ એક્સ્ટ્રા શામેલ છે. આ વાતને ધ્યાનમાં લેતાં વર્તમાનમાં મેટા વેરિફાઈડ 18 વર્ષથી નીચેની ઉંમરનાં લોકો અને વ્યવસાયો માટે ઉપલબ્ધ નથી.

વેરિફિકેશન માટે કેવી રીતે અપ્લાય કરવું?

  • સૌથી પહેલાં about.meta.com/technologies/meta-verified લિંક પર ક્લિક કરો.
  • ફેસબુક અથવા ઈન્સ્ટાગ્રામ પર ક્લિક કરી લોગ ઈન કરો.
  • ત્યારબાદ વેટિંગ લિસ્ટને જોઈન કરવાનાં ઓપ્શન પર ક્લિક કરો. 
  • જ્યારે તમારો એકાઉન્ટ વેરિફિકેશન માટે તૈયાર થઈ જશે ત્યારે તમને ઈ-મેઈલ આવશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ