બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 08:22 PM, 21 April 2020
ADVERTISEMENT
વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. આવી સ્થિતિમાં ઘરોમાં બંધ લોકો સોશિયલ મિડીયા, વીડિયો સ્ટ્રીમિંગ અને ઓનલાઇન ગેમિંગ કરી રહ્યા છે. ગેમિંગ અને વીડિયો સ્ટ્રીમિંગમાં ભારત સહિતના દેશોમાં અનેકગણો વધારો થયો છે. કારણ કે લોકો તેમના ઘરની બહાર જતા નથી. હાલમાં ગેમીંગમાં આવેલી તેજીને ધ્યાનમાં રાખીને વિશ્વની સૌથી મોટી સોશ્યલ મીડિયા કંપની ફેસબુક દ્વારા Facebook Gaming: Watch, Play, and Connect નામની ગેમિંગ એપ્લિકેશન શરૂ કરી છે.
ADVERTISEMENT
લોકડાઉનમાં કેટલાક લોકો ટિકટોક જેવી સોશ્યલ મીડિયા એપ્સ પર વ્યસ્ત હોય છે જ્યારે કેટલાક લોકો તેમનો સમય ગેમિંગમાં વિતાવે છે. ફેસબુકની ગેમિંગ એપ એવા લોકો માટે એક ખાસ ભેટ સમાન છે કે જેઓ ગેમ ડાઉનલોડ કર્યા વિના રમવા માંગે છે. ફેસબુક ગેમિંગ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. ફેસબુક ગેમિંગ એપ્લિકેશનમાં તમે તમારી પસંદગીની ગેમ રમતા પ્લેયર્સના ગ્રુપમાં પણ જોડાઇ શકો છો. આ એપ્લિકેશન પર તમને ગેમ પબ્લિશર્સ અને ગેમ સ્ટ્રીમર્સના વિડીયો પણ જોવા મળશે. સૌથી મોટી વાત એ છે કે તમારે કોઇપણ ગેમ કે અન્ય એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. તમે ગેમિંગ દરમિયાન મિત્રો સાથે ચેટ પણ કરી શકશો.
ફેસબુકની ગેમિંગ એપ્લિકેશન આમ તો આગામી જૂનમાં શરૂ થવાની હતી. પરંતુ હાલ લોકડાઉનમાં લોકોમાં ગેમીંગના ક્રોઝને જોતાં ફેસબુકે આ એપને વહેલી લોન્ચ કરી દીધી છે. હાલમાં ફેસબુક ગેમિંગ એપ્લિકેશન પર કોઈ એડવર્ટાઇઝ દેખાતી નથી, પરંતુ ભવિષ્યમાં ફેસબુક તે આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.