બ્રેકિંગ ન્યુઝ
VTV / excellent health benefits of eating walnuts
આ રીતે ખાઈ શકો
ADVERTISEMENT
15 ગ્રામ અખરોટ લઈ તેને દૂધમાં ઉકાળો, ઉકાળ્યા બાદ દળેલી સાકર મેળવો (ખાંડ ન નાખવી), ત્યારબાદ બે-ચાર દાણા કેસર ઉમેરી ઉકાળો, પછી નવશેકું થાય ત્યારે સેવન કરો.
અખરોટ ખાવાના ફાયદા
ADVERTISEMENT
અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે જે મગજના કોષોને સતેજ રાખે છે. અખરોટમાં રહેલું મ્લાટોનિન નામનું તત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘ આવે છે. આમ અખરોટ નિયમિત ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે તે ઘણું આશીર્વાદરૂપ છે.
એજિંગ રોકે છે
ADVERTISEMENT
અખરોટમાં ભરપૂર માત્રામાં વિટામિન બી હોવાથી તે સ્કિન માટે પણ ખૂબ જ સારું છે. વિટામિન બી સ્ટ્રેસ અને મૂડ સ્વિંગ્સમાં ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે. સ્ટ્રેસને કારણે સ્કિન પર કરચલી પડે છે, જેને કારણે ઊંમર મોટી દેખાય છે. અખરોટમાં વિટામિન બી અને ઈ હોવાથી એજિંગ પ્રોસેસને સ્લો કરી દે છે.
વાળ માટે લાભકારી
ADVERTISEMENT
અખરોટમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અખરોટમાંથી મળતા એન્ટીઓક્સિડન્ટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન (વિટામિન B7) હોય છે જ વાળની મજબૂતી વધારે છે, હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.
ડાયાબિટીસ
ADVERTISEMENT
અખરોટ ખાવાથી ટાઈપ 2 ડાયાબિટિસનું જોખમ ઓછું થાય છે. શુગરના દર્દીઓ માટે આ ડ્રાયફ્રૂટ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં રહેલી ફેટ્સ ઈન્સ્યુલિન માટે ઘણી ફાયદાકારક હોય છે.
ડિપ્રેશન માટે
ADVERTISEMENT
ઓમેગા 3ની કમીને કારણે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે અને તેને તણાવની સમસ્યા થવા લાગે છે. યાદશક્તિ વધારવામાં અને મગજને હેલ્ધી બનાવવામાં અખરોટ મદદરૂપ બને છે. અખરોટમાં ઓમેગા 3 પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારાં છે.
પાચન માટે વરદાન
જો તમને પેટને લઈને સમસ્યા રહેતી હોય તો પણ અખરોટ ખૂબ જ ફાદાકારક છે. આંતરડાને હેલ્ધી રાખવા માટે ફાઈબર ખૂબ જ જરૂરી છે. જેથી અખરોટમાં ફાઈબર અને પ્રોટીન મળી રહે છે. અખરોટ ખાવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આંતરડા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
કેન્સર માટે લાભકારી
અખરોટમમાં એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલા ઓમેગા 3, ફિનોલિક તત્વો, સેલેનિયમ જેવા મિનરલ્સ કેન્સર થતું અટકાવે છે. સાથે જ કેન્સર જેવા ગંભીર રોગ સામે રક્ષણ પણ કરે છે.
હાર્ટ માટે
અઠવાડિયામાં ત્રણ વાર અખરોટ ખાવાથી તમે લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકો છો. અખરોટના અનેક ફાયદા છે. અખરોટમાં રહેલાં તત્વો હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.