બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Ex-PM of Pakistan Imran Khan sentenced to 3 years

BIG BREAKING / પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 3 વર્ષની સજા, 1 લાખનો દંડ, કરાઇ ધરપકડ, જાણો શું છે સમગ્ર કેસ

Priyakant

Last Updated: 01:38 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Imran Khan News: તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી

  • તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા
  • પીટીઆઈએ દાવો કર્યો કે ઈમરાનની ધરપકડ કરવામાં આવી
  • કોર્ટે ઈમરાન સામે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન (70 વર્ષ)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાનને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ દાવો કર્યો છે કે ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટના નિર્ણય બાદ ઇમરાનની રાજકીય કારકિર્દી મુશ્કેલીમાં છે. તે આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઈસ્લામાબાદ પોલીસે ઈમરાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં વાતાવરણ ગરમ થઈ શકે છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈસ્લામાબાદની જિલ્લા અને સત્ર અદાલતે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાન ખાનને આ સજા સામે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરવાની તક છે.

File Photo 

ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે કે પછી તેને કોર્ટમાંથી જ જામીન આપવામાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી. સુનાવણી બાદ કોર્ટે ઈમરાન ખાનને પ્રોપર્ટી છુપાવવા અને સરકારી ગિફ્ટ વેચવા બદલ દોષી ઠેરવ્યા છે. જોકે ઈમરાન ખાનના વકીલોએ પહેલા જ ટ્રાયલ કોર્ટના જજ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ફરી એકવાર હંગામો વધવાની સંભાવના છે.

File Photo 

તોશાખાના કેસમાં રાહત માંગતી અરજી અને પછી..... 
આ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહત માંગતી ઈમરાન ખાનની અરજીને ફગાવી દીધી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા ઈમરાન પર આરોપ હતો કે તેણે તોશાખાનામાંથી તેમના દ્વારા રાખવામાં આવેલી ભેટની વિગતો 'ઈરાદાપૂર્વક છુપાવી' હતી. કોર્ટમાં આરોપો સાબિત થયા બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો. 

શું કહ્યું હતું પીટીઆઈએ ? 
કોર્ટના નિર્ણય બાદ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ નિવેદન જાહેર કરીને કહ્યું- આ એકદમ શરમજનક અને ઘૃણાજનક છે. કાયદાની મજાક ઉડાવવામાં આવી રહી છે, માત્ર એટલા માટે કે ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવવાની અને જેલમાં નાખવાની ઈચ્છા છે.

શું છે તોશાખાના કેસ?
તોશાખાના એ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના વડાઓ, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સાંસદો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે. વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પર આરોપ હતો કે, તેમણે તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટને ઓછી કિંમતે ખરીદી હતી અને પછી નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. વર્ષ 2018માં ઈમરાન ખાનને દેશના પીએમ તરીકે યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટ મળી હતી. ઈમરાન દ્વારા ઘણી ગિફ્ટ જાહેર કરવામાં આવી ન હતી, જ્યારે ઘણી ગિફ્ટ ઓરિજિનલ કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવી હતી અને બહાર જઈને ઊંચા ભાવે વેચાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ