બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના શહીદ સુખદેવ ટાઉનશિપમાં ભ્રષ્ટાચારનો પુરાવો VTVના કેમેરામાં કેદ, જુઓ

બોલતો પુરાવો / રાજકોટના શહીદ સુખદેવ ટાઉનશિપમાં ભ્રષ્ટાચારનો પુરાવો VTVના કેમેરામાં કેદ, જુઓ

Vishal Khamar

Last Updated: 04:20 PM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરમાં ભ્રષ્ટ્રાચારએ માજા મૂકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં શહીદ સુખદેવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો રહીશો આક્ષેપ કરી રહ્યા છે.

રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચાર સામેના દાવાઓ વચ્ચે આવાસ યોજનામાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના દૃશ્યો સામે આવ્યા છે. શીતલપાર્ક વિસ્તારમાં આવેલી શહીદ સુખદેવ ટાઉનશીપમાં બાંધકામની નબળી ગુણવત્તા ભ્રષ્ટાચારના પુરાવા તરીકે સામે આવી રહી છે.

માત્ર રેતી પર લાદી પાથરી દીધી હોય તેવા દ્રશ્યો

ટાઉનશીપમાં લગાવેલી ફ્લોર ટાઈલ્સ પત્તાની જેમ ઉખડી રહી હોવાના દૃશ્યો જોવા મળી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ટાઈલ્સની નીચે સિમેન્ટ કે કોંક્રિટનો કોઈ આધાર જ દેખાતો નથી. માત્ર રેતી પર ટાઈલ્સ પાથરી દેવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે બાંધકામના ધોરણો પર મોટો સવાલ ઊભો કરે છે.

રહેવાસીઓમાં ભય અને રોષની લાગણી ફેલાઈ

શહીદ સુખદેવ ટાઉનશીપમાં અનેક ફ્લેટોમાં લાદી સંપૂર્ણપણે ઉખડી ગઈ છે, જેના કારણે રહેવાસીઓમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે. નોંધનીય છે કે આ ટાઉનશીપનું નિર્માણ વર્ષ 2022માં કરવામાં આવ્યું હતું, એટલે કે માત્ર થોડા વર્ષોમાં જ બાંધકામની હકીકત સામે આવી ગઈ છે.

રહેવાસીઓએ શું આક્ષેપ કર્યા

શીતલપાર્કની આ ટાઉનશીપમાં કુલ 448 ફ્લેટ ધારકો રહે છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે સરકારી આવાસ યોજનાના નામે નીચી ગુણવત્તાનું કામ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ એક તરફ મંત્રીએ બંધારણને ફોલો કર્યું, તો બીજી તરફ કલાકાર અર્જુન ઠાકોરે કર્યો નિયમોનો ઉલાળિયો

જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાશે?

એક તરફ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ બેનર લગાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આવી ટાઉનશીપોમાં સામે આવી રહેલા દૃશ્યો તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાશે અને રહેવાસીઓને ન્યાય મળશે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Corruption Rajkot News Housing Department
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ