બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Everyone was shocked by watching Rashid Khan catch, Virat Kohli reaction went viral

IPL 2023 / રાશિદ ખાને દોડીને પકડ્યો એવો કેચ કે ચોંકી ગયા દરેક લોકો, વિરાટ કોહલીનું રીએક્શન થયું વાયરલ

Megha

Last Updated: 03:24 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં રશીદ ખાન દ્વારા પકડવામાં આવેલ કેચની પ્રશંસા કરતા વિરાટ કોહલીએ લખ્યું, "મેં મારી કારકિર્દીમાં જોયેલા શ્રેષ્ઠ કેચમાંથી એક", વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

  • રાશિદ ખાનનો કેચ જોઈને દિગ્ગજ ખેલાડીઓ પણ ચોંકી ગયા
  • વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
  • રાશિદ ખાનના અદભૂત કેચનો વીડિયો વાયરલ

રાશિદ ખાનનો કેચ જોઈને દિગ્ગજ ખેલાડીઓ પણ ચોંકી ગયા છે. તેના આ કેચને સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ કહી શકાય. જણાવી દઈએ કે લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં રશીદ ખાનના કાયલ માયર્સના કેચની પ્રશંસા કરતા વિરાટ કોહલીએ લખ્યું, "મેં મારી કારકિર્દીમાં જોયેલા શ્રેષ્ઠ કેચમાંથી એક". તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 228 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. કાયલ માયર્સ અને ક્વિન્ટન ડી કોકે ઇનિંગ્સની શરૂઆત હતી. બંનેએ જોરદાર બેટિંગ કરી, દરેક બોલ પર રન બનાવ્યા. કાયલ મેયર્સ ખૂબ સારું પ્રદર્શન કરવાના મૂડમાં હતો પણ  તેનું નસીબ ખરાબ હતું જ્યારે રાશિદ ખાને મુશ્કેલ કેચ લઈને તેને પેવેલિયન મોકલી દીધો.

રાશિદ ખાનના અદભૂત કેચનો વીડિયો વાયરલ
વાત એમ છે કે તેની અડધી સદીથી 2 રન દૂર, 9મી ઓવરના પહેલા બોલ પર કાયલ માયર્સે લેગ સાઇડમાં ફટકાર્યો, બોલ ગેપમાં હતો પણ રાશિદ ખાન ઝડપથી દોડ્યો અને બોલ સુધી પહોંચ્યો.  આ સાથે જ તેણે એક શાનદાર ડાઇવિંગ કેચ લીધો, જેનો વીડિયો હાલ ઘણો વાયરલ થયો છે. માયર્સે ડિકોક સાથે પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી કરીને 32 બોલમાં 48 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ વખાણ કર્યા
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર આ કેચનો સ્ક્રીનશોટ પોસ્ટ કરતાં લખ્યું હતું કે- આ મારી કારકિર્દીમાં જોયેલા શ્રેષ્ઠ કેચમાંથી એક છે. જણાવી દઈએ એક તેણે રિદ્ધિમાન સાહાની ઇનિંગ્સની પ્રશંસા કરતી એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શેર કરી હતી. તેને ગૌતમ ગંભીર સાથે પણ જોડવામાં આવી રહ્યો છે, હકીકતમાં તેના સ્ક્રીનશોટ પરથી લાગે છે કે તે લખનઉ સુપર જાયન્ટ્સને હારતો જોવા માંગે છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં વિરાટ પોતે ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યો હતો. નોંધનીય છે કે તેની લખનૌ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને ખેલાડી નવીન ઉલ હક સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ