બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Even outside Gujarat, the price of tomatoes is skyrocketing

મોંઘવારીની અસર / ગુજરાત બહાર પણ ટામેટાંના ભાવ આસમાને, કિંમત સાંભળીને મગજ ચકરાવે ચડી જશે

Priyakant

Last Updated: 04:29 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tomato Prices News: હવે માર્કેટમાં ચાઈનીઝ ટામેટાંની એન્ટ્રી!, ઈન્ડો-નેપાળ બોર્ડરના રસ્તે ચાઇનીઝ ટામેટાંની ભારતીય બજારમાં એન્ટ્રી

  • ટામેટાંના ગુજરાત બહાર પણ ગજબ ભાવ
  • ચંડીગઢમાં રૂ. 350 તો ગાઝિયાબાદમાં 250 
  • ઈન્ડો-નેપાળ બોર્ડરના રસ્તે ચાઇનીઝ ટામેટાંની ભારતીય બજારમાં એન્ટ્રી

 કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ટામેટાંના આકાશને આંબી રહેલા ભાવને ચકાસવા માટે એક દિવસ અગાઉ કરવામાં આવેલા પ્રયાસો છતાં ચંડીગઢમાં તેની છૂટક કિંમત ગુરુવારે 300થી 350 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. તો બીજી તરફ ગાઝિયાબાદમાં ટામેટાં 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.ચંડીગઢના વેપારીઓનું કહેવું છે કે પંજાબ અને હિમાચલમાંથી સપ્લાય બંધ થઈ ગઈ છે, પરંતુ બેંગલુરુથી ટામેટાં મંગાવવામાં આવ્યાં છે. આનાથી દરોમાં ઘટાડો થશે. 

File Photo 

યુપીની રાજધાની લખનૌમાં ટામેટાં છૂટકમાં રૂ. 160થી રૂ.180 પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. દરમિયાન હરિયાણામાં ટામેટાં 200થી 225 રૂપિયા અને હિમાચલમાં 118 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયાં હતાં. બીજી તરફ જમ્મુમાં ટામેટાંનો છૂટક ભાવ 180થી 200 રૂપિયા પ્રતિ કિલો હતો. બુધવારે જ સરકારે સહકારી મંડળીઓ-નાફેડ અને નેશનલ કન્ઝ્યુમર કો.ઓપરેટિવ ફેડરેશનને ઉત્પાદક કેન્દ્રોમાંથી ટામેટાં ખરીદવાં અને વ્યાજબી ભાવે તેનું વિતરણ કરવા સૂચના આપી હતી.

File Photo

ભારતમાં ટામેટાંના સતત વધી રહેલા ભાવ બાદ નેપાળના સીમાવર્તી વિસ્તારો સાથે જોડાયેલા જિલ્લાના લોકો ચીનનાં ટામેટાંનો સ્વાદ ચાખવા લાગ્યા છે. ઇન્ડો-નેપાળ બોર્ડરની આસપાસ ટામેટાની તસ્કરી થઇ રહી છે. કેરેટમાં ભરીને નો મેન્સ લેન્ડના રસ્તે સીમાંચલ વિસ્તારોમાં સતત ચીનના ટામેટાં લઇને ખવાઇ રહ્યાં છે. નેપાળમાં ટામેટાંની કિંમત સો રૂપિયામાં પાંચ કિલો છે. પૂર્ણિયાની ખુશ્કીબાગ મંડળીમાં સારી ક્વોલિટીનાં ટામેટાંની કિંમત સોથી દોઢસો રૂપિયા પ્રતિ કિલો છે. બોર્ડર પરના જવાનો હવે બોર્ડર આસપાસના વિસ્તારો પર સખત નજર રાખી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ