બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Even after 75 years of independence, the condition of Pakistan is very bad!

દયનીય હાલત / આઝાદીના 75 વર્ષે પણ પાકિસ્તાનની હાલત અત્યંત ખરાબ! 40% વસ્તી ગરીબી રેખાથી નીચે જીવવા મજબૂર, હવે શું?

Priyakant

Last Updated: 02:58 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Poverty Rate News: પાકિસ્તાનમાં વધુ 1.25 કરોડ લોકો ગરીબી રેખા નીચે આવ્યા બાદ પાકિસ્તાનમાં ગરીબીથી પીડિત લોકોની સંખ્યા વધીને 9.5 કરોડ થઈ

  • ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાન 
  • પાકિસ્તાનમાં સતત વધી રહી છે ગરીબોની સંખ્યા
  • વિશ્વ બેંકે પાકિસ્તાનને ચેતવણી આપી

Pakistan Poverty Rate : ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હજુ પણ સ્થિતિ સુધરી રહી નથી. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનમાં ગરીબોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ બેંકે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, ગત નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબીનો દર વધીને 39.4 ટકા થઈ ગયો છે. અત્યંત નબળી આર્થિક સ્થિતિને કારણે દેશના 1.25 કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઈ ગયા છે.

વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરાયેલ પાકિસ્તાનની ગરીબીના આંકડા પરથી અંદાજ લગાવી શકાય છે કે, દેશવાસીઓની શું હાલત છે. પાકિસ્તાનમાં એક વર્ષમાં ગરીબી 34.2 ટકાથી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. આ સાથે દેશમાં વધુ 1.25 કરોડ લોકો ગરીબી રેખા નીચે આવ્યા બાદ પાકિસ્તાનમાં ગરીબીથી પીડિત લોકોની સંખ્યા વધીને 9.5 કરોડ થઈ ગઈ છે. 

પાકિસ્તાનનું આર્થિક મોડલ નિષ્ફળ 
વર્લ્ડ બેંકે પાકિસ્તાનમાં આવનારી સરકાર માટે તૈયાર કરવામાં આવેલ ડ્રાફ્ટ પોલિસીનું અનાવરણ કર્યું છે અને તેને સુધારવા માટે યોગ્ય પગલાં લેવાની સલાહ પણ આપી છે. વૈશ્વિક સંસ્થાએ કહ્યું છે કે, દેશે નાણાકીય સ્થિરતા હાંસલ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. વિશ્વ બેંકના પાકિસ્તાન માટેના મુખ્ય અર્થશાસ્ત્રી ટોબિઆસ હકનું કહેવું છે કે, પાકિસ્તાનનું આર્થિક મોડલ હવે ગરીબી ઘટાડતું નથી અને સમકક્ષ દેશોની સરખામણીએ અહીં જીવનધોરણ સતત ઘટી રહ્યું છે. 

વિશ્વ બેંકે ચેતવણી આપી 
પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા વિશ્વ બેંકે તેના અહેવાલમાં ચેતવણી આપી છે કે, દેશને નાણાકીય સ્થિરતા માટે જે પગલાં લેવાની જરૂર છે તેમાં કૃષિ અને રિયલ એસ્ટેટ પર કર લાદવાની સાથે સાથે નકામા ખર્ચમાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે. ટોબિઆસ હક તેમણે કહ્યું કે, પાકિસ્તાન ગંભીર આર્થિક અને માનવ વિકાસ સંકટનો સામનો કરી રહ્યું છે અને તે એવા તબક્કે છે જ્યાં મોટા નીતિગત ફેરફારોની જરૂર છે. તેમણે કહ્યું કે, વિશ્વ બેંક પાકિસ્તાનની આજની આર્થિક સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. 

પાકિસ્તાન ફસાઈ રહ્યું છે ગરીબીની જાળમાં
વિગતો મુજબ પાકિસ્તાન ઝડપથી ગરીબીની જાળમાં ફસાઈ રહ્યું છે, જે પહેલાથી જ આર્થિક રીતે ત્રસ્ત પાકિસ્તાન માટે મોટું સંકટ પેદા કરી શકે છે. નોંધનીય છે કે. દેશમાં દરરોજ 3.65 યુએસ ડોલરની આવકના સ્તરને ગરીબી રેખા ગણવામાં આવે છે. વિશ્વ બેંકની નોંધ મુજબ પાકિસ્તાન પાસે જીડીપીના 22 ટકા જેટલો કર વસૂલવાની ક્ષમતા છે પરંતુ તેનો વર્તમાન ગુણોત્તર માત્ર 10.2 ટકા છે, જે અડધાથી વધુનો તફાવત દર્શાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ