બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Entry of Meghraja with wind in various parts of Ahmedabad in early morning, still rain forecast

મેઘરાજા મહેરબાન / વાવાઝોડાની ઇફેક્ટ: વહેલી સવારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પવન સાથે મેઘરાજાની એન્ટ્રી, હજુ વરસાદની આગાહી

Priyakant

Last Updated: 08:19 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain in Ahmedabad News: વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ શરૂ, હજુ 4 દિવસ ગાજવીજ સાથેના તોફાની વરસાદમાં ભીંજાવા માટે અમદાવાદીઓએ તૈયાર રહેવું પડશે

  • વાવાઝોડાને લઇ અમદાવાદમાં વરસાદ 
  • ભારે પવન સાથે ધીમીધારે વરસાદ 
  • મોડી રાતથી અમદાવાદમાં વરસાદ 
  • ભારે પવન સાથે વરસાદથી ઠંડક પ્રસરી 
  • હજુ પણ ભારે પવન સાથે વરસાદ યથાવત રહેશે

બિપોરજોય વાવાઝોડાની અસરને કારણે હવે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. વિગતો મુજબ અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે, હજુ 4 દિવસ ગાજવીજ સાથેના તોફાની વરસાદમાં ભીંજાવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે. જૂનના છેલ્લા અઠવાડિયાથી અમદાવાદમાં ચોમાસું સત્તાવાર રીતે શરૂ થવાની શક્યતા છે.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી બોડકદેવ, સેટેલાઈટ, ઈસ્કોન વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ સાથે જોધપુર, શિવરંજની, પાલડી, જીવરાજ પાર્ક,  ઈસનપુર, જશોદાનગર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ તરફ હજુ પણ અમદાવાદમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

હવામાનની શું છે આગાહી ? 
સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે, હજુ 4 દિવસ એટલે કે 16 જૂનથી 19 જૂન સુધી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગઈકાલે શહેરમાં 25થી 35 કિમીની ઝડપ ધરાવતા પવન ફૂંકાવાની આગાહીના પગલે સવારથી તેજ ગતિવાળા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને વાહન ચલાવવામાં થોડી મુશ્કેલી પડી હતી. 

ગુજરાત માટે હજુ 24 કલાક 'ભારે': ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ધીમી  ધારે વરસાદ, ખેડૂતોની હાલત કફોડી | The weather in some parts of the state  has changed due to ...
File Photo

20, 21 અને 22 જૂને પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
હવામાન વિભાગનું આગાહી મુજબ અમદાવાદમાં સોમવાર, 19 જૂન સુધી તો ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, પરંતુ 20, 21 અને 22 જૂન એમ આ 3 દિવસ પણ શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે એટલે શુક્રવાર તા.23 જૂનથી શહેરનું આકાશ સ્વચ્છ બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ