ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રણવીર સિંહની હાઇ વોલ્ટેજ ડ્રામા ફિલ્મ ‘ધુરંધર’: સત્ય ઘટના કે ફિક્શન?, મેજર મોહિત શર્માનું નામ ફરી ચર્ચામાં

મનોરંજન / રણવીર સિંહની હાઇ વોલ્ટેજ ડ્રામા ફિલ્મ ‘ધુરંધર’: સત્ય ઘટના કે ફિક્શન?, મેજર મોહિત શર્માનું નામ ફરી ચર્ચામાં

Published By: Priyankka Triveddi

Last Updated: 01:37 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhurandhar: જાણીતા ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધર અને રણવીર સિંઘની આગામી ફિલ્મ ‘ધુરંધર’ ની ટીઝર લોન્ચ થયું ત્યારથી દર્શકોમાં તેને લઈને અનેરો ઉત્સાહ છે. આગામી 5 ડિસેમ્બરના આ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે ત્યારે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે આ ફિલ્મ સત્યઘટના આધારિત છે.

ADVERTISEMENT

Ranveer Singh Dhurandhar: રણવીર સિંહનો નવો લૂક, સિક્રેટ મિશન જેવી વાર્તા અને ટ્રેલરમાં દેખાતા અજીત ડોભાલના પાત્રે દર્શકોમાં હલચલ મચાવી છે. ધુરંધરના ટ્રેલરને જોયા પછી ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે શું આ ફિલ્મ એ કોઈની રિયલ લાઈફથી પ્રેરિત છે?

ફિલ્મની સ્ટોરીને લઈને ઊભા થયા પ્રશ્નો

રણવીર સિંહ ફરીથી એકવાર એક દમદાર ભૂમિકામાં ફરી પડદા પર આવવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સાથે અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર. માધવન જેવી સ્ટારકાસ્ટ જોવા મળશે. 'ઉરી' ફેમ આદિત્ય ધર દિગ્દર્શિત "ધુરંધર" માં ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફિલ્મને લઈને ચર્ચા વધુ તેજ બની છે કારણ કે ઘણા લોકોનું માનવું છે કે આ કોઈ રિયલ લાઈફ આર્મીના મિશન પર આધારિત હોઈ શકે છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ માધવન દ્વારા અજિત ડોભાલ જેવા દેખાતા પાત્રે આવા અનુમાનને વધુ બળ આપ્યું છે.

dhurandhar-r-madhvan

રણવીર મેજર મોહિત શર્માની ભૂમિકામાં?

આ ફિલ્મના કાસ્ટને લઈને ઘણી ચર્ચાએ વેગ પકડ્યો છે અને તેમાં ઓનલાઈન ટ્રેન્ડમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલું નામ છે મેજર મોહિત શર્મા. હરિયાણાના રોહતકમાં જન્મેલા અને NDA-IMAમાંથી તાલીમ લીધેલા મોહિત શર્મા ભારતીય સેનાની પેરા રેજિમેન્ટના એક બહાદુર અધિકારી હતા. તેમની કારકિર્દીમાં 2004નું સિક્રેટ ઓપરેશન સૌથી લોકપ્રિય છે. જેમાં તેઓએ ‘ઇફ્તિખાર ભટ્ટ’ નામથી હિઝબુલ મુજાહિદ્દીનમાં ઘૂસણખોરી કરી હતી. લાંબા વાળ, દાઢી અને કમ્પ્લીટ રૂપાંતર સાથે તેમણે આતંકવાદીઓનો વિશ્વાસ જીત્યો અને નેટવર્કની માહિતી મેળવી.

પરંતુ જ્યારે તે ગ્રુપને તેમની સાચી ઓળખ વિશે શંકા પડી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો. આ અથડામણમાં મેજર શર્માએ બે આતંકવાદીઓને પતાવી દીધા હતા. પરંતુ ત્યારબાદ બીજા મિશન દરમિયાન તેઓ શહીદ થઈ ગયા હતા. તેમના સાહસ માટે તેમને 2009માં અશોક ચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો હતો. ઘણી અટકળો કહે છે કે ધુરંધરમાં રણવીર સિંહ આ જ પાત્ર ભજવે છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી નથી.

‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ બાદ આદિત્ય ધરની આ બીજી મિલિટરી-બેઝ્ડ ફિલ્મ છે અને તેઓ અત્યાર સુધી ફિલ્મને લગતી તમામ વિગતો બાબતે સંપૂર્ણ ગોપનિયતા જાળવવામાં આવી છે. ફિલ્મની વાર્તા સત્તાવાર રીતે જાહેર ન થતાં જ દર્શકોમાં ઉત્સુકતા વધી રહી છે. બીજી તરફ, રણવીર સિંહે ધુરંધર માટે 30 થી 50 કરોડ વચ્ચેની ફી લીધી હોવાના અહેવાલો પણ ચર્ચામાં છે. ટ્રેલર જોઈને દર્શકોને લાગે છે કે ફિલ્મમાં વાસ્તવિક ઓપરેશન્સનો સ્પર્શ સ્પષ્ટ છે, પરંતુ હકીકત શું છે, તે ફિલ્મ રિલીઝ પછી જ ખુલશે.

આ પણ વાંચો: 9 વર્ષ મોટા સુપરસ્ટાર સાથે કરી લીધા લગ્ન, કોણ છે કરોડપતિ આકાંક્ષા, મા બનવા નથી માગતી

vtv app promotion

વાસ્તવિક ઘટના કે માત્ર પ્રેરણા

ટ્રેલર, લૂક અને પ્લોટ. આ ત્રણેય વસ્તુઓ દર્શકોને જણાવે છે કે ફિલ્મ ખરેખર કોઈ વાસ્તવિક ઓપરેશન પર આધારિત છે. પરંતુ દિગ્દર્શક અને ટીમ તરફથી કોઈ સત્તાવાર વેરિફિકેશન ન હોવાથી ફિલ્મને લઈને રહસ્ય વધુ ઘેરું બની ગયું છે. શું “ધુરંધર” મેજર મોહિત શર્માની સાહસિક કહાનીનું ફિલ્મી રૂપ છે કે માત્ર પ્રેરણા—આ રહસ્ય જ ફિલ્મનું સૌથી મોટું USP બની ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ranveer Singh Dhurandhar Aditya Dhar Major Mohit Sharma

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ