બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોરોનાવાયરસ મહામારીને લઇને દેશવ્યાપી લૉકડાઉનની વચ્ચે લોકપ્રિય ટીવી શો 'ઑફિસ ઑફિસ'નું પુન:પ્રસારણ ફરીથી શરૂ થયું. શો માં પંકજ કપૂર સેવાનિવૃત્ત સ્કૂલ માસ્ટર મુસદ્દી લાલ ત્રિપાઠીની ભૂમિકા નિભાવી રહ્યા છે અને વ્યંગપૂર્ણ રીતથી ભ્રષ્ટ કાર્યાલયોમાં કામ કરતા નજરે આવી રહ્યા છે.
શો ની વાપસી સમાચાર સાંભળીને અભિનેતા દેવેન ભોજાની, જેમને આ શો માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, તેઓ ભાવુક થઇ ગયા.
ADVERTISEMENT
ભોજાનીએ કહ્યું, 'મને જાણીને ખૂબ સારુ લાગી રહ્યું છે કે ઑફિસ ઑફિસ ફરીથી પ્રસારીત થઇ રહી છે. અમે 2001-2002માં શો બનાવ્યો હતો, અને લગભગ બે દશકો બાદ ફરીથી ઑન એર થશે. આ શો હજપ પણ એવી જ રીતે ભરોસાલાયક છે, જેમ કે એક સામાન્ય માણસ ત્યારે પીડિત થાય છે જ્યારે એને ભ્રષ્ટ લોકોના કાર્યાલયોની વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ કામ કરવાની જરૂર હોય છે.'
એમને કહ્યું, 'લૉકડાઉનની સમય મર્યાદામાં જ્યારે સમગ્ર દુનિયા તણાવ, દુખ અને ઉદાસીમાંથી પસાર થઇ રહી છે, એ સમયે 'ઑફિસ-ઑફિસ' લોકોના મનમાં ત્યાંથી ડાયવર્ટ થવાનું કામ કરશે. હું ખુદ એ શો જોવા માટે ખૂબ ઉત્સુર છું.' ઑફિસ-ઑફિસ 12 એપ્રિલથી સોની સબ પર પ્રસારિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.