ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અમૃતસરમાં કોમેડિયન કપિલ શર્માના ઘર પર ફાયરિંગ, હુમલાખોરો બાઈક લઈને આવ્યાં

મનોરંજન / અમૃતસરમાં કોમેડિયન કપિલ શર્માના ઘર પર ફાયરિંગ, હુમલાખોરો બાઈક લઈને આવ્યાં

Published By: Nidhi Panchal

Last Updated: 03:41 PM, 25 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માના અમૃતસર સ્થિત ઘરની બહાર થયેલા ફાયરિંગથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના બાદ પોલીસે સમગ્ર વિસ્તાર સીલ કરીને તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

પંજાબના અમૃતસર શહેરમાં સોમવારે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માના ઘરની બહાર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના અમૃતસરના પોશ વિસ્તાર હોલી સિટીમાં બની હતી, જ્યાં કપિલ શર્માનું ઘર આવેલું છે. ફાયરિંગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરી હતી.

Kapil Sharma

ફાયરિંગ કર્યા બાદ તરત જ ત્યાંથી ફરાર

પ્રાથમિક તપાસ અનુસાર હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કર્યા બાદ તરત જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાના સમયે ઘરમાં કોણ હાજર હતું તે અંગે પોલીસ માહિતી એકત્રિત કરી રહી છે. જોકે, મળતી માહિતી મુજબ કપિલ શર્મા હાલ પોતાના પરિવાર સાથે મુંબઈમાં છે અને ઘટનાના સમયે અમૃતસરમાં હાજર નહોતા. પોલીસ આસપાસના રહેવાસીઓના નિવેદનો પણ નોંધાવી રહી છે જેથી હુમલાખોરો વિશે વધુ માહિતી મળી શકે.

CCTV કેમેરાના ફૂટેજ કબજે

ફાયરિંગ બાદ પોલીસે કપિલ શર્માના ઘર તેમજ આસપાસ આવેલા VIP ઘરોની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજના આધારે હુમલાખોરો કયા રસ્તેથી આવ્યા અને કઈ દિશામાં ફરાર થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુધી હુમલાખોરોની ઓળખ સામે આવી નથી અને તેમની હુમલાની પાછળનો ચોક્કસ ઇરાદો પણ સ્પષ્ટ થયો નથી.

જૂના કેસો સાથે પણ કડીઓ જોડીને તપાસ

આ ઘટના પછી પોલીસ હવે જૂના કેસો સાથે પણ કડીઓ જોડીને તપાસ કરી રહી છે. ખાસ કરીને કેનેડાના સરે શહેરમાં આવેલા કપિલ શર્માના ‘Kap’s Cafe’ પર થયેલા ગોળીબારની ઘટના ફરી ચર્ચામાં આવી છે. અગાઉ આ કેફેની બહાર બે વાર ફાયરિંગ થઈ ચૂક્યું છે, જેના માટે કેટલાક ખાલિસ્તાની સમર્થક સંગઠનોએ જવાબદારી લીધી હતી. હવે અમૃતસરમાં થયેલા હુમલાના તાર પણ આ જૂની ધમકીઓ અથવા આંતરરાષ્ટ્રીય ખંડણી રેકેટ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

kapil-sharma

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમે પણ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે. ઘટનાને પગલે હોલી સિટી વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે અને શંકાસ્પદ લોકોની હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : એવી તો શું ભૂલ કરી રામ ચરણે? કે માંગવી પડી બુમરાહની માફી, જુઓ Video

કપિલ શર્મા દેશના સૌથી લોકપ્રિય કોમેડિયન અને ટીવી હોસ્ટમાંથી એક છે. આવી ઘટના બાદ તેમના ચાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોને ઝડપવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. હવે તપાસમાં આગળ શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kapil Sharma Punjab Police Amritsar Firing

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ