ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'તે સારો પતિ નથી...' ફરી ગોવિંદાની પત્ની બનવા નથી માંગતી સુનિતા
Last Updated: 10:34 PM, 8 November 2025
ADVERTISEMENT
Sunita Ahuja: સુનિતા આહુજાએ ફરી એકવાર પોતાના પતિ બોલિવૂડ અભિનેતા ગોવિંદા વિશે ખુલીને વાત કરી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેઓ આગળના જન્મે ગોવિંદાને પોતાના પતિ તરીકે જોવા માંગશે ? ત્યારે તેમણે આશ્ચર્યજનક જવાબ આપ્યો.
ADVERTISEMENT
"હીરો નંબર 1" અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. તેઓ દરેક મુદ્દા પર ખુલીને પોતાની વાત રાખે છે. તાજેતરમાં તેણે તેમના લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી અને તેમની અને ગોવિંદાની સફર કેવી રહી છે તે પણ જણાવ્યુ છે.

ADVERTISEMENT
એક ઇન્ટરવ્યુમાં સુનિતા આહુજાએ તેમના પતિની ભૂલો પર વિચાર કર્યો અને કહ્યું, "તમારે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. યુવાનીમાં માણસ ભૂલો કરે છે; મેં કરી છે, ગોવિંદાએ પણ કરી છે. પરંતુ તમારી ચોક્કસ ઉંમર થાય છે, ત્યારે તમે ભૂલો કરો છો તે સારું નથી. અને શા માટે કરવું જોઈએ? તમારો એક સુંદર પરિવાર, પત્ની અને સુંદર બાળકો છે. તો શા માટે?"
સુનિતા આહુજાએ મિત્રતા પર વાત કરી
ADVERTISEMENT
જ્યારે સુનિતા આહુજાને પૂછવામાં આવ્યું કે શું તેણીએ ક્યારેય ગોવિંદા સાથે આ અંગે ચર્ચા કરી છે, ત્યારે તેણે કહ્યું, "તેની વિચારસરણી અલગ છે. મારી વિચારસરણી અલગ છે. હું આજે જીવંત છું કારણ કે હું મારા બાળકોને ખૂબ પ્રેમ કરું છું. હું માનું છું કે મારા બાળકોએ ફક્ત મને જ પ્રેમ કરવો જોઈએ. જ્યારે ટીના નાની હતી, ત્યારે હું તેને ખૂબ ચીડવતી હતી. હું તેને પૂછતી કે તે તેના પિતાને પ્રેમ કરે છે કે મને, તો તે તેના પિતાને પસંદ કરતી. પરંતુ તે પણ મને પ્રેમ કરે છે અને મને સાથ આપે છે."

ADVERTISEMENT
સુનિતાએ આગળ કહ્યું, "મારો દીકરો અને હું ખૂબ ક્લોજ છીએ. મારા જીવનમાં કોઈ મિત્રો નથી. યશ મને બહાર ડિનર પર લઈ જાય છે. ટીના પણ લઈ જાય છે. હું મિત્રતામાં માનતી નથી."
તેણે ગોવિંદા વિશે શું કહ્યું?
ADVERTISEMENT
તેના પતિ વિશે બોલતા સુનિતાએ કહ્યું, "જુઓ, તે (ગોવિંદા) એક હીરો છે. હું તેના વિશે શું કહી શકું? પત્ની કરતાં હિરોઈન સાથે વધુ સમય વિતાવે છે." સ્ટારની પત્ની બનવા માટે તમારે મજબૂત ઓરત બનવું પડે છે. તમારે પથ્થર જેવું દિલ બનાવવું પડે છે. આ સમજવામાં મને 38 વર્ષ લાગ્યા. જવાનીમાં સમજાયું નહોતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ પહેલા ક્રિકેટર પછી એક્ટર અને છેલ્લે બિઝનેસમેન, આ બોલિવૂડ હસીના 11 વખત પ્રેમમાં પડી
જ્યારે સુનિતાને પૂછવામાં આવ્યું કે શું તે ગોવિંદાને આગામી જન્મમાં પતિ તરીકે ઇચ્છશે, ત્યારે તેણે કહ્યું, "હું તેને નથી ઇચ્છતી. મેં પહેલેથી જ કહ્યું હતું. ગોવિંદા એક સારા દિકરા છે, એક સારા ભાઈ છે, પણ સારા પતિ નથી. આગલા જન્મે તૂ મારો દિકરી થઇ જન્મ લેજે, પતિ તરીકે ના જોઇએ. સાથ જન્મ તો ભૂલી જાઓ, આ જીવન પૂરતું છે."
તમને જણાવી દઇએ કે અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાએ 1987 માં ગુપચુપ રીતે લગ્ન કર્યા પછી હતા.
સંકળાયેલા મુદ્દાઓ