બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO : 55 વર્ષની ઉંમરે રહેવું છે ફિટ એન્ડ ફાઈન, તો પ્રીતિ ઝિન્ટાનો આ વીડિયો જોઈ લો
Last Updated: 12:03 PM, 25 September 2025
આજકાલ ફિટ રહેવું જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે. અનહેલ્ધી લાઈફસ્ટાઈલ , ડાયટ અને સ્ટ્રેસના કારણે ફિટ રહેવું એક મોટો પડકાર બની ગયો છે. વધતી ઉંમરે તો ફિટ રહેવું જાણે અશક્ય બની જાય છે. છતાંય ઘણા સેલિબ્રિટીઝ એવા છે, જેઓ વધતી ઉંમરે પણ ફિટ અને યુવાન દેખાય છે. તેમાંથી જ એક નામ છે બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું.
ADVERTISEMENT
55 વર્ષની પ્રીતિ આજે પણ એટલી જ ફિટ અને યુવાન છે. જોકે, પ્રીતિ તેના માટે ઘણી મહેનત પણ કરે છે. હેલ્ધી ડાયટ, રેગ્યુલર રૂટીન અને કસરત દ્વારા પ્રીતિએ હેલ્ધી અને ફિટ બોડી મેળવી છે.
પ્રીતિ ઝિન્ટાની ફિટનેસનું રહસ્ય
ADVERTISEMENT
પ્રીતિ ઝિન્ટા પોતાની ફિટનેસનું રહસ્ય સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં એક્ટ્રેસે એક વીડિયો પોસ્ટ કરીને વધતી ઉંમરે ફિટ રહેવાનો શ્રેષ્ઠ રસ્તો જણાવ્યો છે. જો તમારી ઉંમર પણ 40થી વધુ છે અને તમે વધારે મહેનત કર્યા વિના જાતને ફિટ રાખવા માંગો છો તો પ્રીતિની આ ટીપ્સને ફોલો કરી શકો છો.
પ્રીતિનો વાયરલ વીડિયો
ADVERTISEMENT
પ્રીતિ ઝિન્ટા ભલે ફિલ્મોમાંથી ગાયબ હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ વખતે એક્ટ્રેસે પોતાનો વર્કઆઉટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં પ્રીતિ ઝિન્ટા જિમમાં સ્ટ્રેચિંગ કરતી દેખાઈ રહી છે. એક્ટ્રેસે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે,
“તેનાથી કોઈ ફરક પડતો નથી કે તમે કઈ કસરત કરો છો. પરંતુ સ્ટ્રેચિંગ એક એવો રસ્તો છે, જે લાંબી ઉંમર અને કોઈ પણ પ્રકારની બીમારીથી બચાવવામાં મદદરૂપ છે. તેથી તમારા રુટીનમાં સ્ટ્રેચિંગને જરૂરથી સામેલ કરો.”
ADVERTISEMENT
ADVERTISEMENT
વધતી ઉંમરે ફિટ રહેવા માટે આટલું કરો
પ્રીતિએ કેપ્શન દ્વારા ફેન્સને જણાવ્યું કે જો તમે લાંબી ઉંમર અને વધતી ઉંમરે ફિટ રહેવા માંગો છો અને કોઈ પણ પ્રકારની ઈજાથી બચવા માંગો છો તો તમારા રોજિંદા રુટીનમાં સ્ટ્રેચિંગને જરૂરથી સામેલ કરો. સ્ટ્રેચિંગ કરવું વધારે મુશ્કેલ નથી. તમે તેને જિમમાં ગયા વિના ઘરે પણ કરી શકો છો.
ADVERTISEMENT
સ્ટ્રેચિંગના ફાયદા શું છે?
વધુ વાંચો : મશહૂર સિંગર ત્રીજી વખત માતા બની, પુત્રીને આપ્યો જન્મ, સામે આવી પહેલી તસવીર
ઉંમર વધતા શરીરનું પોઝ્ચર બગડવા લાગે છે. પરંતુ જો તમે રોજિંદા રુટીનમાં સ્ટ્રેચિંગ કરો છો તો તે પોઝ્ચરને સુધારવામાં મદદ કરે છે. ઉપરાંત, કમરના દુખાવાથી રાહત આપે છે, શરીરનો સ્ટ્રેસ ઓછો કરે છે અને મનને શાંત બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.