ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:03 AM, 4 September 2025
ADVERTISEMENT
ટીવી શો ‘દેખા એક ખ્વાબ’ અને ‘મોલ્કી સીઝન 2’માં દેખાયેલા એક્ટર આશિષ કપૂર પર બળાત્કારનો ગંભીર આરોપ લાગ્યો છે. દિલ્હી પોલીસે તેમને મહારાષ્ટ્રના પુણેમાંથી ધરપકડ કરી છે. પીડિતાએ જણાવ્યું કે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હી ખાતે યોજાયેલી એક હાઉસ પાર્ટી દરમિયાન વોશરૂમમાં આશિષે તેના સાથે બળાત્કાર કર્યો હતો. શરૂઆતમાં FIRમાં આશિષ સાથે તેના મિત્ર, મિત્રની પત્ની અને બે અજાણ્યા લોકોના નામ હતાં. જોકે, બાદમાં પીડિતાએ પોતાના નિવેદનમાં ફેરફાર કરીને કહ્યું કે માત્ર આશિષ કપૂરે જ તેની સાથે દુષ્કર્મ કર્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT
દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા અને આશિષની ઓળખાણ ઇન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી. ત્યારબાદ આશિષે તેને પોતાના મિત્રની હાઉસ પાર્ટીમાં બોલાવી, જ્યાં આ ઘટના બની હોવાનો આક્ષેપ છે. પીડિતાનું કહેવું છે કે ઘટનાની વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને હાલ સુધી કોઈ પુરાવો મળ્યો નથી.

ADVERTISEMENT
મામલો નોંધાયા પછી પોલીસે આશિષની શોધખોળ શરૂ કરી. પહેલા તેની હાજરી ગોવામાં હોવાનું જાણવા મળ્યું, પરંતુ અંતે તેને પુણેમાંથી ઝડપવામાં આવ્યો. પોલીસ અનુસાર, પાર્ટીના CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનમાંથી સ્પષ્ટ થાય છે કે પીડિતા અને આશિષ વોશરૂમમાં એકસાથે ગયા હતા. જ્યારે લાંબા સમય સુધી બહાર ન આવ્યા ત્યારે અન્ય મહેમાનોએ દરવાજા પર ટકોરા માર્યા. આ કેસમાં આક્ષેપિતના મિત્ર અને તેની પત્નીએ અગ્રિમ જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટ દ્વારા 21 ઓગસ્ટે મંજૂર કરવામાં આવી.
ADVERTISEMENT
વધુ વાંચો: શિલ્પા શેટ્ટીને મોટો ઝટકો: આવ્યા રેસ્ટોરન્ટને તાળાં મારવાના દહાડા, મામલો 60 કરોડનો
ADVERTISEMENT
આશિષ કપૂરે અનેક લોકપ્રિય ટીવી શોમાં અભિનય કર્યો છે. તેઓ ‘દેખા એક ખ્વાબ’ દ્વારા ખાસ જાણીતા થયા. ઉપરાંત ‘લવ મેરેજ એરેન્જ મેરેજ’, ‘વો અપના સા’, ‘સાત ફેરે’, ‘સરસ્વતી ચંદ્ર’, ‘બંદિની’, ‘સાવિત્રી’, ‘ચાંદ છિપા બાદલ મેં’ અને ‘લવણ્યા’ જેવા શોમાં પણ કામ કર્યું. છેલ્લે તેઓ ‘મોલ્કી સીઝન 2’ માં જોવા મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT