બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Elvish yadav case How to get poisoned by snake venom?how are the youth getting 'high' from snake poison?

એલ્વિશ યાદવ કેસ / સાંપના ઝેરથી કઈ રીતે નશો થાય? જે કોબ્રાના ડંખથી જતો રહે છે જીવ, તેના ઝેરથી કઈ રીતે 'હાઇ' થઈ રહ્યા છે યુવાનો?

Megha

Last Updated: 09:20 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલ્વિશ યાદવ સામે સાપના ઝેરનો નશો કરવાની ફરિયાદ સામે આવી છે એવામાં સવાલ એ ઊભો થાય કે જે સાપના કરડવાથી થોડીવારમાં જ લોકોનું મૃત્યુ થઈ જાય છે તેના ઝેરનો ઉપયોગ કોઈ કેવી રીતે કરી શકે?

  • એલ્વિશ યાદવને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો
  • રેવ પાર્ટીમાં ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હતો
  • કેટલાક સાપનું ઝેર મગજ પર સીધી અસર કરે છે

એલ્વિશ યાદવને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડો પાડીને 5 લોકોની ધરપકડ કરી છે. આ બધાની સામે રેવ પાર્ટીમાં 5 ઝેરી કોબ્રા સાપનો ઉપયોગ કરવામાં આવતો એવો કેસ નોંધવામાં આવ્યો છે. આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા કે તેઓ આ કોબ્રા સાપ સાથે શું કરી રહ્યા છે.

Elvish yadav: Snake venom case, police arrested 5 people from that rave party

રેવ પાર્ટીમાં ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હતો
2 નવેમ્બરે નોઈડા પોલીસે વન વિભાગ સાથે મળીને દરોડો પાડ્યો હતો અને 9 સાપ સાથે પાંચ લોકોની ધરપકડ કરી હતી. 9 માંથી 5 સાપ કોબ્રા છે, જે ખૂબ જ ઝેરી સાપ છે. આ સિવાય પોલીસે તેમની પાસેથી એક અજગર પણ કબજે કર્યો છે. પોલીસે આરોપી પાસેથી 20ml સાપનું ઝેર પણ કબજે કર્યું છે. માહિતી સામે આવી છે કે એનસીઆરમાં યોજાનારી રેવ પાર્ટીમાં ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

હવે સવાલ એ ઊભો થાય છે કે એ સાપના કરડવાથી થોડીવારમાં જ લોકોનું મૃત્યુ થઈ જાય છે એ કોબ્રાના ઝેરનો ઉપયોગ કોઈ કેવી રીતે કરી શકે? 

ઝેરમાંથી કેવી રીતે બને છે નશોઃ 
દેશમાં માત્ર 30 ટકા સાપ જ ઝેરી જોવા મળે છે. આમાંથી કેટલાકનું ઝેર મગજ પર સીધી અસર કરે છે અને પેરાલિસિસનો હુમલો કરે છે. જ્યારે કેટલાકના ઝેરની લોહી પર અસર થાય છે અને લોહી જામવા લાગે છે. સામાન્ય રીતે નશા માટે એ ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે જે મગજને અસર કરે છે. સાપના ઝેરનો નશો કરતી વખતે ખૂબ કાળજી લેવામાં આવે છે, ખાસ કરીને માત્રા હળવી હોય તેની ખાતરી કરવા માટે કાળજી લેવામાં આવે છે. ઝેરમાં અન્ય કેટલાક રસાયણો પણ ઉમેરવામાં આવે છે જેથી ડોઝ હળવો રહે અને વ્યક્તિ નશો કરે છે અને તેનું મન થોડા કલાકો માટે સુન્ન થઈ જાય છે. 

Elvish Yadav makes request to CM Yogi amid snake and drug trade allegations
સાંપ અને નશાના વેપારના આરોપ વચ્ચે એલ્વિશ યાદવ બોલ્યો 

રેવ પાર્ટીમાં સાંપનાં ઝેરનું શું કામ?
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનની રિપોર્ટ અનુસાર દુનિયાભારમાં એવા કેટલાક ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે જે આલ્કોહોલ એડિક્શનને વધારે છે. સાંપનું ઝેર પણ આ કેટેગરીમાં આવે છે. તેમને સાયકોએક્ટિવ કહેવામાં આવે છે. ગામડાથી લઈને શહેર સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક વર્ષો પહેલાં ભારતમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 28 વર્ષીય એક યુવકે સાંપનું ઝેર પી લીધું હતું. તેની શરૂઆત આલ્કોહોલમાં સાંપનું ઝેર ભેળવવાથી થઈ હતી. પહેલા તેણે દારુ અને ઝેરને મિક્સ કરીને પીવાનું શરૂ કર્યું અને પછી એડિક્શન એટલું વધી ગયું કે તેણે ઝેર જ પી લીધું.

સાપના ઝેરનો નશો 10-12 કલાક માટે એક અલગ દુનિયામાં લઈ જાય છે એવું કહેવાય છે કે અન્ય નશાની તુલનામાં, જ્યારે કોઈ વ્યક્તિ કોબ્રા અથવા ઝેરી સાપના ઝેરનો નશો કરે છે, ત્યારે તે હોશ ગુમાવી દે છે અને કાલ્પનિક દુનિયામાં ભટકવા લાગે છે. કલાકો સુધી તેમાં ડૂબીને તે પોતાની કાલ્પનિકતા વણી લે છે અને તેને વાસ્તવિક માનીને તેનો આનંદ માણતો રહે છે. અન્ય તમામ નશામાં સામાન્ય રીતે ચેતના રહે છે. તમે શું કરી રહ્યા છો અથવા તમારી સાથે શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ રહે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ