બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / ભારત / Elon Musk's Tesla will have a Tata chip

બિઝનેસ / ટેસ્લામાં લાગશે Tataની ચીપ, ભારત આવતા પહેલા એલન મસ્કે કર્યો મોટો સોદો, જાણો વિગત

Priyakant

Last Updated: 04:02 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tesla and Tata deal Latest News : ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ ખરીદવા માટે મોટો સોદો કર્યો હોવાની ચર્ચા

Tesla and Tata deal : એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવાની કવાયતમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો હોવાનું સામે આવ્યું છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ ખરીદવા માટે આ મોટો સોદો કર્યો હોવાની ચર્ચા છે. આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. 

તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એલન મસ્કે માહિતી આપી હતી કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલન મસ્ક 22 એપ્રિલથી શરૂ થતા સપ્તાહ દરમિયાન ભારત આવી શકે છે. PM મોદીને મળ્યા બાદ એલન મસ્ક ટેસ્લાની ભારત આવવાની શક્યતાઓની પુષ્ટિ કરી શકે છે અને મોટા રોકાણની જાહેરાત કરી શકે છે. 

ટાટા અને ટેસ્લા વચ્ચે થઈ ડીલ ? 
અમેરિકન કંપની ટેસ્લાએ તેની કારમાં સેમિકન્ડક્ટર લગાવવા માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ સાથે ડીલ કરી હોવાની ચર્ચા છે. આ સોદો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે ટાટા ઈલેક્ટ્રોનિક્સને ટોચના વૈશ્વિક ક્લાયન્ટ્સ માટે વિશ્વસનીય સપ્લાયર તરીકે સ્થાપિત કરશે. આ ડીલ થોડા મહિનામાં પૂર્ણ થશે. એક અહેવાલ મુજબ Tata Electronics અને Tesla વચ્ચેની ડીલની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કંપનીઓએ પણ આ ડીલ પર કંઈ કહ્યું નથી. 

વધુ વાંચો: માત્ર 2 જ રૂપિયાની બચતમાં મળશે રૂ. 2 લાખનો દુર્ઘટના વીમા કવરનો લાભ! એ કઇ રીતે?

ઈન્ડિયન ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશનના પ્રમુખ અશોક ચાંડકે કહ્યું છે કે, ટેસ્લાનો આ નિર્ણય ઈલેક્ટ્રોનિક્સના સ્થાનિક સપ્લાયર્સ માટે ઈકોસિસ્ટમ બનાવશે. તાજેતરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સે 50-60 ટોચના સ્તરના નિષ્ણાતોની ભરતી કરી છે. બીજી તરફ ટેસ્લા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કંપની ભારતમાં 2 થી 3 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે. નોંધનીય છે કે નીતિમાં ફેરફાર સાથે ઓટો કંપનીઓને 15 ટકા ઓછી આયાત ડ્યુટી પર $35,000 કે તેથી વધુ કિંમતની EVs આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ આનાથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ત્રણ વર્ષમાં $500 મિલિયનનું રોકાણ કરવું પડશે. રોકાણ કરવા માટે વાહન ઉત્પાદકોની પ્રતિબદ્ધતા પર નિર્ભર રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ