બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / In just 2 rupees savings, you will get Rs. 2 lakh accident insurance cover benefit! Really?
Last Updated: 01:20 PM, 15 April 2024
દેશમાં વસ્તી ખૂબ જ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં લોકો માટે જીવન વીમો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર પણ લોકો માટે અનેક યોજનાઓ લાવે છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય લોકોને આર્થિક મદદ કરવા માટે શરૂ કરવામાં આવે છે. દેશની સરકાર દ્વારા PM સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ સ્કીમ શરુ કરવા પાછળ સરકારનો મુખ્ય ઉદેશ્ય એ છે કે કોઈ પરિવારનાં મુખ્ય વ્યક્તિની સાથે કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો તેના પરિવારને આર્થિક મદદ આપવાનો છે. જણાવી દવું કે સરકારની આ સ્કીમમાં વર્ષે 20 રૂપિયા અને મહીને 2 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. આટલા ઓછા રોકાણમાં 2 લાખ રૂપિયાનો જીવન વીમો મળે છે.
ADVERTISEMENT
આ સરકારી યોજનાનો લાભ 18 વર્ષથી 70 વર્ષની વ્યક્તિ મેળવી શકે છે. આ યોજનામાં રોકાણની રકમ લિંક કરેલ બેંક ખાતામાંથી કપાઈ જાય છે. વીમાધારકના અકસ્માત, મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં, 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. જો વીમા ધારક અકસ્માતને કારણે અપંગ થઈ જાય તો સરકાર તરફથી 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. જ્યારે વીમાધારકના મૃત્યુ પછી નોમિનીને વીમાની સંપૂર્ણ રકમ મળે છે.
ADVERTISEMENT
સરકારની આ યોજનાનો લાભ મેળવવા માટે, તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે https://www.jansuraksha.gov.in/ ની મુલાકાત લેવાની રહેશે. આ પછી અરજી ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ સબમિટ કરતા પહેલા, તમારે તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડવા પડશે અને ઑફલાઇન અરજી કરવા માટે તમે નજીકની બેંક શાખાનો સંપર્ક કરી શકો છો.
ADVERTISEMENT
જરૂરી ડોક્યુમેન્ટસની વાત કરીએ તો, તેમાં આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશન કાર્ડ અથવા કોઈપણ આઈડી પ્રૂફ, બેંક ખાતાની વિગતો, આવકનું પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરેનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ યોજનામાં અરજી કરવા માટે, અરજદાર પાસે એક્ટિવ બચત ખાતું હોવું જોઈએ. જો ખાતું બંધ કરવામાં આવે તો પોલિસી બંધ થઈ જશે અને 1 વર્ષ પછી તેને ચાલુ કરાવી શકો છો. પોલિસી પ્રીમિયમના ઓટો ડેબિટ માટે, અરજદારે કરાર પત્ર પર સહી કરવી પડશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.