બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / elon musk suspended journalist account and shut the twitter space service

વિવાદ / Elon Musk એ પત્રકારો પર ગુમાવ્યો પિત્તો: Twitter Space સેવા કરી બંધ, જાણો શું છે મામલો

Vaidehi

Last Updated: 05:12 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોન મસ્ક અને ટ્વિટરનો સંબંધ દરરોજ કંઇક નવો વળાંક લેતો હોય તેવું લાગે છે. બિઝનેસ ડીલ કરતાં વિવાદોને લીધે મસ્ક સૌથી વધુ ચર્ચામાં આવી રહ્યો હોય તેવું લાગે છે. હવે મસ્કે પત્રકારોની સામે પણ આપત્તી દર્શાવી છે અને Twitter Space બંધ કરી દીધેલ છે. જાણો શું થયું?

  • પત્રકારો સાથે વિવાદમાં આવ્યા એલોન મસ્ક
  • એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા બાદ બંધ કરી Twitter Space સેવા
  • શુક્રવારે દિવસે ફરી શરૂ થશે સર્વિસ, ટ્વિટ કરી આપી માહિતી

ટ્વિટરનાં નવા માલિક એલોન મસ્કનો વિવાદો સાથે કંઇક જૂનો સંબંધ લાગે છે. મસ્કનો લેટેસ્ટ વિવાદ પત્રકારો સાથે સંકળાયેલો છે જ્યાં પત્રકારોનાં ટ્વિટર એકાઉન્ટ મસ્કે સસ્પેન્ડ કરી દીધેલ છે. સસ્પેન્ડ કર્યાં બાદ હવે કંપનીએ પોતાની લાઇવ ઓડિયો સર્વિસ Twitter Space (ટ્વિટર સ્પેસ) પણ બંધ કરી દીધેલ છે. તો સાથે જ ટ્વિટર સ્પેસ ફરી શરૂ થવાની તારીખ પણ જાહેર કરી દેવાઇ છે.

મસ્ક પર અમેરિકન પત્રકારોએ કરી હતી ટિપ્પણી
થયું એવું હતું કે એલોન મસ્કનાં પોતાના પ્રાઇવેટ જેટની લોકેશન અમેરિકાનાં કેટલાક પ્રતિષ્ઠિત છાપાઓએ શેર કરી હતી. જેના લીધે તે છાપાઓનાં એકાઉન્ટ્સને 7 દિવસ માટે મસ્કે સસ્પેન્ડ કરી દીધેલ હતું. તેમણે આ બાબતને પોતાની સુરક્ષા માટે ખતરારૂપ જણાવ્યું હતું.

શા માટે બંધ થયું Twitter Space?
કેટલાક પત્રકારોનાં એકાઉન્ટ્સ સસ્પેન્ડ થયા બાદ પણ તેમણે જાણ્યું કે તે ટ્વિટર સ્પેસ થકી હજી પણ પોસ્ટ કરી શકે છે. જ્યારે ટ્વિટરને આ બાબતની જાણકારી મળી તો તેમણે આ સર્વિસને જ બંધ કરી દીધું. આ કારણે કંપનીનાં કરોડો યૂઝર્સ આ સર્વિસનો ઉપયોગ કરવા માટે અસક્ષમ છે. 

કોલ પર ખુલ આવ્યા મસ્ક...હજારો લોકોએ સાંભળી વાત
સૂત્રો અનુસાર જ્યારે ટ્વિટર સ્પેસમાં સસ્પેન્ડ અકાઉન્ટવાળા પત્રકારો તેમની સાથે થયેલ કાર્યવાહીની ફરિયાદ જણાવી રહ્યાં હતાં ત્યારે એલોન મસ્ક ખુદ તે ફોન કોલમાં જોડાઇ ગયાં. તે સમયે તેમણે કહ્યું કે કોઇ પણ અન્ય વ્યક્તિની લોકેશનની જાણકારી શેર કરનારાઓનાં એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. પત્રકારોએ પોતાના બચાવમાં કહ્યું કે તેમણે ફ્લાઇટનો કોઇ રીયલ ટાઇમ ડેટા શેર કર્યો નથી. જો કે ત્યારબાદ મસ્કે કોલ કટ કરી દીધેલ હતો. આ વાતચીતને પીક ટાઇમમાં આશરે 40000 લોકોએ સાંભળી હતી.

ક્યારે શરૂ થશે Twitter Space સેવા?
એલોન મસ્કે મોડી રાત્રે એક ટ્વીટ કરીને જાણકારી આપી કે કંપની ટ્વિટર સ્પેસ સંબંધિત જૂના બગ્સ legacy bugs ને સુધારી રહી છે. યૂઝર્સ કાલથી (શુક્રવારથી)આ સર્વિસનો ઉપયોગ કરી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ