બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / elijhabeth was the queen of 15 countries

Queen Elizabeth II / બ્રિટન જ નહીં 14 દેશોના મહારાણી હતા એલિઝાબેથ, લિસ્ટમાં કેનેડા, ન્યૂઝીલેન્ડનું પણ છે નામ

Khevna

Last Updated: 11:27 AM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાણી એલિઝાબેથ માત્ર બ્રિટેન જ નહીં પણ 15 દેશોના મહારાણી હતા, જેમાં ઓસ્ટ્રેલીયા, કેનેડા જેવા સમૃદ્ધ દેશો પણ સામેલ છે.

  • મહારાણી એલિઝાબેથનું ગઇકાલે થયું નિધન 
  • 15 દેશોના રાણી હતા એલિઝાબેથ 
  • 1952માં બનાયા હતા મહારાણી 

15 દેશોના રાણી હતા એલિઝાબેથ

બ્રિટેનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે સ્કોટલેન્ડનાં બાલ્મોરલ કેસલમા નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતા. એલિઝાબેથ 1952મા પોતાના પિતા જોર્જ ષષ્ટમના મૃત્યુ બાદ મહારાણી બન્યા હતા, ત્યારે તેમણી ઉમર માત્ર 25 વર્ષ હતી. તેમના શાસનકાળમા બ્રિટેનનાં 15 પ્રધાનમંત્રી બન્યા. ખાસ વાત એ છે કે એલિઝાબેથ માત્ર બ્રિટેન જ નહીં પણ 15 દેશોના મહારાણી હતા, જેમાં ઓસ્ટ્રેલીયા, કેનેડા જેવા સમૃદ્ધ દેશો પણ સામેલ છે. 

એલિઝાબેથ 15 દેશોના રાણી હતા, તે સ્પષ્ટ રીતે યઓઑકે સાથે જોડાયેલા હતા, જ્યાં તેમનો શાહી પરિવાર રહેતો હતો. એલિઝાબેથ બ્રિટેન ઉપરાંત આ દેશોના પણ રાણી હતા. 

1. કેનેડા 
2. ઓસ્ટ્રેલીયા 
3. ન્યુઝીલેન્ડ 
4. જમૈકા 
5. બહામાસ 
6. ગ્રેનેડા 
7. પાપુઆ ન્યૂ ગિની 
8. સોલોમન આઇલેન્ડ 
9. તુવાલૂ 
10. સેંટ લૂસિયા 
11. સેંટ વિન્સેટ એન્ડ ગ્રેનેજીયન્સ 
12. એન્ટિગુઆ અને બારબૂડા 
13. બેલીજ 
14. સેંટ કીટ્સ એન્ડ નેવીસ 

જોકે આ દેશોના રાજાનાં રૂપમાં મહારાણીની ભૂમિકા ઘણી હદ સુધી પ્રતીકાત્મક હતી. તે સીધા શાસનમાં સામેલ ન હતા, કેમકે તેઓ રાજ્યની મુખ્ય માનવામાં આવતી હતી, સરકારની નહીં. 

કુલ સંપતિ 6,631 અજબ રૂપિયાથી વધુ 
છેલ્લાં થોડા વર્ષોમાં મહારાણી વાર્ષિક રીચ લિસ્ટમાં 30મા સ્થાન સુધી નીચે આવી હતી. 2020 માં તેઓ 372 માં ક્રમે હતા. સમગ્ર શાહી પરિવારની સંપત્તિ વિશે વાત કરીએ તો ફોર્બ્સ મેગેઝિન અનુસાર, તેમની કુલ સંપત્તિ 72.5 અબજ પાઉન્ડ (6,631 અબજ રૂપિયાથી વધુ) છે. રાણીની આવકના મુખ્ય સ્ત્રોતોની વાત કરીએ તો, તેણીને સરકાર તરફથી વાર્ષિક સોવેરીન ગ્રાન્ટ મળતું હતું અને એ સિવાય અન્ય બે સ્ત્રોતો સ્વતંત્ર હતા. 

પેલેસમાં મુલાકાતીઓ દ્વારા નહતી થતી કમાણી 
ઘણા-ખરા લોકો માને છે કે રાણી બકિંગહામ પેલેસ, વિન્ડસર કેસલ અને લંડનના ટાવર જેવી શાહી મિલકતોના મુલાકાતીઓ પાસેથી પૈસા કમાતા હતા. જોકે આ વાત સાચી નથી. તેમાંથી મળતી આવકનો ઉપયોગ ધ રોયલ કલેક્શન માટે કરવામાં આવતો હતો. લંડન ઉપરાંત શાહી પરિવારની સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયરલેન્ડમાં પણ મિલકતો છે. તે રાણીની અંગત મિલકત છે જે વેચી શકાતી નથી પરંતુ તેના વારસદારોને આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ